ગુજરાતના વાહન ચાલકો માટે રાહતના સમાચાર આવ્યા છે. વાહન ચાલકોને પોતાનું લાઈસન્સ રીન્યુ કરાવવા માટે હવે જે RTO કચેરી પર જઈને લાઇસન્સ કઢાવ્યું હશે તે RTO કચેરી પર ધક્કા નહીં ખાવા પડશે. કારણ કે, હવે રાજ્યની કોઈ પણ RTO કચેરી પર વાહન ચાલક પોતાના લાઈસન્સને રીન્યુ કરાવી શકશે.
રાજ્યના ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા આ મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી આ નવા નિયમની અમલવારી પણ શરૂ થઇ ગઈ છે. અરજદાર રાજ્યના કોઈ પણ જિલ્લાની RTO કચેરી પર લાઈસન્સ રીન્યુ કરાવવાની સાથેસાથે નામમાં પણ ફેરફાર કરાવી શકશે. જોકે, વાહન ચાલક પોતાની જન્મ તારીખ, લાઈસન્સ ઈશ્યૂ તારીખ અને લાઇસન્સ નંબર નહીં બદલાવી શકે.
ઉલ્લેખનીય છે કે, પહેલા વાહન ચાલકે લાઈસન્સ જે જિલ્લાની RTO કચેરીમાંથી લીધું હોય. તેને રીન્યુ કરાવવા માટે તે જ RTO કચેરી પર જવું પડતું હતું. જેના કારણે વાહન ચાલકોએ વધારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. વાહન ચાલક જો તે જિલ્લો છોડીને અન્ય જિલ્લામાં રહેવા ગયો હોય તો પણ તેણે પહેલાના જિલ્લામાં જ લાઇસન્સ રીન્યુ કરાવવા માટે ધક્કા ખાવા પડતા હતા. ત્યારે હવે પ્રાદેશિક વાહન વિભાગના આ નવા નિર્ણયના કારણે વાહન ચાલક પોતાની નજીકની RTO કચેરી પર લાઈસન્સ રીન્યુ કરાવી શકશે. આ નવા નિર્ણયના કારણને વાહન ચાલાકોને લાઈસન્સ રીન્યુ કરાવવામાં ઘણી રાહત મળશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.