પોલીસ વિભાગના વફાદાર શ્વાનનું અવસાન થતા પરિવારના સભ્યની જેમ જ આપી ભાવભીની અંતિમ વિદાઈ

પ્રાણીઓમાં સૌથી વફાદાર કુતરો(dog) માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, કુતરો એ માણસ કરતા પણ વફાદાર હોય છે. તેમજ આવા વફાદાર(Loyal) પ્રાણીનો…

પ્રાણીઓમાં સૌથી વફાદાર કુતરો(dog) માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે, કુતરો એ માણસ કરતા પણ વફાદાર હોય છે. તેમજ આવા વફાદાર(Loyal) પ્રાણીનો ઉપયોગ સરકારી કામમાં થતો હોય છે અને એક સહકર્મચારી જેમ તેનું પાલન પોષણ પણ કરાતું હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગના ક્રુઝ નામના લેબ્રાડોર શ્વાનનું અવસાન થતાં તેની અંતિમ વિધિ કરાઈ હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મળતી માહિતી અનુસાર, અરવલ્લી જિલ્લા પોલીસ વિભાગમાં ગુન્હાશોધક વિભાગમાં ક્રુઝ નામનો લેબ્રાડોર શ્વાન ફરજ બજાવતો હતો. જિલ્લાના તમામ તાલુકાઓમાં ચોરી, હત્યા, ઘરફોડ ચોરી જેવા અસંખ્ય ગુન્હાઓનો ભેદ ઉકેલવામાં ખૂબ મદદરૂપ થયો હતો. એવા ક્રુઝ નામના શ્વાનનું બીમારીના કારણે એકાએક અવસાન થયું હતું. જેને લઈ સમગ્ર પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે.

મૃત્યુ બાદ ક્રુઝ લેબ્રાડોર શ્વાનની પુરા સન્માન સાથે અંતિમવિધિ કરાઈ હતી. અન્ય પોલીસ કર્મચારી જે ફરજ પર અવસાન થાય ત્યારે જે સનમાન મળે છે એટલાજ સનમાન સાથે તેને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ક્રુઝના અવસાનથી સમગ્ર જિલ્લા પોલીસ બેડામાં ભારે શોક છવાયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *