પાટીદાર અનામત આંદોલન જેવી પરિસ્થિતિ: LRDની ભરતીમાં હવે બિનઅનામત Vs અનામતનો જંગ

એલઆરડી મુદ્દે હાલ ગુજરાતમાં આંદોલને જોર પકડ્યું છે. એલઆરડીની ભરતીમાં સરકારે કરેલા જીઆર પર શરૂ થયેલી બબાલ હવે અનામત વિરૂદ્ધ બિનઅનામતના જંગમાં ફેરવાતી નજરે પડે છે. 1/8/2018 નાં જીઆર મુજબ અનામત કેટેગરીની મહિલા ઉમેદવારોને જનરલ મેરિટમાંથી બાદ કરવામાં આવી છે. જેની સામે છેલ્લાં એક મહિનાથી 100થી પણ વધુ મહિલાઓ ગાંધીનગરમાં ધરણાં કરી રહી છે. તો બીજી તરફ બિનઅનામત કેટેગરીની મહિલા ઉમેદવારો ગાંધીનગર ઉમટી પડી હતી અને જીઆર રદ ન કરવા આવેદન પત્ર આપ્યું હતું.

ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ સમિતિના ઓ.બી.સી.ડિપાર્ટમેન્ટ દ્વારા એલઆરડી મહિલા ઉમેદવારોના સમર્થનમાં કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં એસસી, એસટી, ઓબીસી મહિલા ઉમેદવારોને અન્યાયકર્તા પરિપત્રને રદ કરવાની માંગ કરી છે. આવેદનમાં માંગ કરાઈ છે કે એલઆરડીની ભરતીમાં અનામત કેટેગરીમાં આવતી મહિલાઓથી ઓપન કેટેગરીની ઘણી મહિલાના માર્ક્સ ઓછા હોવા છતાં ભરતીની યાદીમાં સમાવેશ થયો છે.

એલઆરડીની ભરતીમાં અનામત મુદ્દે અન્યાય થતા માલધારી મહિલાઓ છેલ્લા 40 દિવસથી પાટનગર ગાંધીનગરમાં કડકડતી ઠંડીમાં આંદોલન કરી રહ્યાં છે. આ તરફ, બિન અનામત વર્ગની લોકોએ પણ અનામતનો લાભ ન આપવા માંગ કરી છે. આમ, અનામતનો મુદ્દે વધુ ગુંચવણ ભર્યો બન્યો છે જેના કારણે ફરી એકવાર ગુજરાતમાં અનામતનું ભુત ધુણ્યું છે. બુધવારે મળનારી કેબિનેટની અનામતના મુદ્દે ચર્ચા થાય તેવી શક્યતા છે.

એલઆરડીની ભરતીમાં માલધારીઓને અન્યાય થતાં ખુદ ભાજપના સાંસદ પૂનમ માડમ, સાંસદ કિરીટ સોલંકી, કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયા, સાંસદ પરબત પટેલ, રાજ્યસભાના સભ્ય જુગલજી ઠાકોરે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખીને આંદોલનને સમર્થન આપ્યુ છે. આ કારણોસર રૂપાણી સરકાર ખુબ જ ધુઆફુઆ જોવા મળી રહ્યા છે. ભાજપના સાંસદોએ પત્ર પોલિટિક્સ રમતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે એવો રોષ ઠાલવ્યો હતો કે, માત્ર પત્ર લખી દેવાથી પ્રશ્ન હલ થતો નથી. પરંતુ સાંસદોએ જવાબદારીમાંથી છટકવું જોઇએ નહીં. આ પરિસ્થિતીમાં અનામતના મુદદે ભાજપમાં જ ઊંડી તિરાડ પડી હોય તેવું જોવા મળે છે.

એલઆરડીમાં ભરતીના મુદ્દે અનામતનો લાભ મેળવવા અને અનામતનો લાભ ન આપવા રજૂઆતો થઇ રહી છે. આ જોતા ગુજરાતમાં અનામતના મુદ્દે વર્ગવિગ્રહ થાય તેવી પરિસ્થિતી નિર્માણ થઇ છે જેથી રાજ્ય સરકાર ચિંતિત બની છે. સરકારની એવી દશા છે કે, પાટીદાર આંદોલન વખતે જે સ્થિતી સર્જાઇ હતી તે ફરીથી સર્જાઇ શકે છે.

આ સંજોગોમાં જાતિવાદ અને વર્ગવિગ્રહ થાય તો કાયદો વ્યવસ્થાની પરિસ્થિતી પણ બગડી શકે છે. આ પરિસ્થિતીમાં અનામતના મુદ્દો થાળે પાડી આંદોલનોને ઠારવા સરકાર સક્રિય બની છે. અનામતના મુદદે જ બુધવારે મળનારી કેબિનેટની બેઠકમાં ગંભીર ચર્ચા થઇ શકે છે.

સૂત્રોનું કહેવું છે કે, રાજ્ય સરકારે અનામત અને બિનઅનામત વર્ગના આગેવાનો, સાંસદો, ધારાસભ્યોને કહેણ મોકલીને આ પરિસ્થિતી વધુ ઉગ્ર તે માટે અત્યારથી પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. સરકારને એવી ય ચિંતા છે કે, વિપક્ષ આ મુદ્દે પાછલા બારણે પ્રોત્સાહન આપી શકે છે જેના કારણે સરકાર માટે રાજકીય મુશ્કેલી નોતરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *