દિવાળીમાં તમે આ સ્થળે તો નથી જવાનાં ને? જતા પહેલા વિચારજો, નહીતો ઝીકા વાઇરસ ભરખી જશે…

Trishul News

ગણતરીના દિવસોમાં દિવાળીની રજાઓ પડશે. ત્યારે ગુજરાતીલાલાઓ દેશમાં વિવિધ રાજ્યોમાં ફરવા જતા હોય છે પરંતુ આ વખતે ફરવા જાવ તો ચેતીને રહેજો.  રાજસ્થાનને અડીને આવેલું હોવાને કારણે ગુજરાત ઉપર પણ ઝીકા વાયરસનો ખતરો છે. તેવી સ્થિતિમાં અમદાવાદમાં કેસ પણ મળી આવ્યો છે. ત્યારે દિવાળી વેક્શન દરમિયાન બોર્ડર ક્રોસ કરીને રાજસ્થાન જતાં પ્રવાસીઓને સતર્ક રહેવા માટે જિલ્લા આરોગ્ય તંત્રએ સૂચન કર્યું છે. તાવ આવવા ઉપરાંત માથુ, સ્નાયુ કે સાંધા દુઃખાવાની સાથે આંખો લાલ થઇ જવાની તકલીફ હોય તો આવા પ્રવાસીઓએ તાત્કાલિક નજીકના ડોક્ટરનો સંપર્ક સાધવા પણ તંત્રએ અપીલ કરી છે.

Trishul News

ગુજરાતને અડીને આવેલા રાજસ્થાનમાં ઝીકા વાયરસના કેસ વધતા જાય છે. તેમાં પણ ખાસ કરીને જયપુર શહેર અને તેની આસપાસના વિસ્તારમાં ૧૫૦ થી પણ વધારે દર્દીઓ નોંધાઇ ચૂક્યા છે. ત્યારે વાયરસથી થતાં ઝીકાના દર્દીઓ રાજ્યમાં પણ નોંધાવા લાગ્યાં છે. આવી સ્થિતિમાં ગાંધીનગર જિલ્લો ડેન્ગ્યુથી પ્રભાવીત છે. ત્યારે એડીસઇજીપ્તી મચ્છરથી ફેલાતાં આ ઝીકાના વાયરસ ગાંધીનગરમાં પણ ઝડપથી ફેલાઇ શકે છે. જેને લઇને ગાંધીનગર આરોગ્ય વિભાગે તાકીદના પગલાં લીધા છે. મેડિકલ ઓફિસર સહીત તમામ સ્ટાફને ઝીકા વાયરસ અને આ બિમારીથી વાંકેફ કરવામાં આવ્યા છે અને તેનાથી બચવા અને બચાવવા માટે શું કરવું જોઇએ તેનું પણ માર્ગદર્શન પુરુ પાડયું હતું.

એટલું જ નહીં ખાસ કરીને રાજસ્થાન ઝીકાથી પ્રભાવીત છે. ત્યારે આ વિસ્તારમાં દિવાળી કે દિવાળી વેકેશનના સમયગાળા દરમિયાન પ્રવાસમાં જવાનું ટાળવા માટે પણ જિલ્લા આરોગ્ય અધિકારી ડો.મનુભાઇ સોલંકીએ જિલ્લાવાસીઓને અપીલ કરી છે. આ ઉપરાંત રાજસ્થાનથી આવ્યા હોય તેવા પ્રવાસીઓનું ખાસ સ્ક્રીનીંગ થાય તે માટે પણ આરોગ્ય કેન્દ્રના તબીબોને સૂચના આપી દીધી છે. તો રાજસ્થાનથી આવ્યા હોય કે જિલ્લાના રહિશોએ તેમને તાવ આવતો હોય, માથુ, સ્નાયુ અને સાંધાનો દુઃખાવો હોય તેમજ આંખ લાલ થઇ ગઇ હોય તેવા દર્દીઓએ તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવા પણ જણાવ્યું છે.

Trishul News