ટ્રેનમાં વતન વાપસી કરી રહેલા મજુરોને આપવામાં આવેલું ભોજન વાસી હોવાનો આરોપ- મજુરોએ ફેંકી દીધું પેકેટ

દેશના અલગ-અલગ વિભાગમાંથી ફસાયેલા પ્રવાસી મજૂરોને પાછા ઘરે લાવવા માટે રેલવે દ્વારા સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવી રહી છે. આ વચ્ચે શ્રમિક સ્પેશિયલ ટ્રેન ને લઈને ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે.આ વીડિયોમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકો રેલવે પ્રબંધન તરફથી આપવામાં આવેલ ખાવા ને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કરતા દેખાઈ રહ્યા છે.

પ્રવાસી મજૂરોને પાછા ઘરે જવા માટે એક ટ્રેન કેરળથી બિહારના મજૂરોને લઈને દાનાપુર માટે નીકળી હતી, જે સોમવારે પશ્ચિમ બંગાળના આસનસોલ રેલ્વે સ્ટેશન પહોંચી. આસનસોલ રેલવે સ્ટેશન પર પહોંચ્યા બાદ તેમણે ખાવાનું અને પીવાનું પાણી આપવામાં આવ્યું.

વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે ટ્રેનમાં સફર કરી રહેલા લોકોએ ખાવાનું બહાર ફેંકી દીધું એટલું જ નહીં આ લોકોએ નારેબાજી પણ કરી.આ દરમિયાન ટ્રેનમાં મુસાફરી કરી રહેલા કેટલાક વ્યક્તિઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો જેમાં ચોખ્ખું દેખાઈ રહ્યું છે અને સંભળાઈ રહ્યું છે કે તેઓ રેલવે તરફથી આપવામાં પીરસવામાં આવેલ ખાવા ને લઈને પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે, આ વિડીયો મંગળવારે વાયરલ થઈ ગયો.

સાથે જ કેટલાક લોકોનું કહેવું છે કે કેરલ થી અહીંયા સુધી આવવામાં તેમને સારું ખાવાનું આપવામાં આવ્યું પરંતુ બંગાળના સ્ટેશન પર પહોંચ્યા બાદ તેમને એવું ખાવાનું આપ્યું જે તેમને બીમાર પડી શકે છે. કારણ કે પીરસવામાં આવેલું ખાવાનું વાસી હતું, અને તેમાંથી વાસ પણ આવી રહી હતી.

એક બાજુ આ ઘટનાને લઈને રાજનીતિ પણ ગતિમાન બની છે.આસનસોલ નગર નિગમના મેયર પાંડેશ્વર વિધાનસભા ક્ષેત્રથી તૃણમૂલ કોંગ્રેસના ધારાસભ્ય જીતેન્દ્ર તિવારીએ રેલવેની આ મોટી ભૂલ જણાવી છે અને કહ્યું કે એ લોકોને કામ કરવાનો ઉત્સાહ નથી.

તેમણે આગળ કહ્યું કે રેલવે જ્યારે પોતાના વખાણ કરનારી વાત હોય તો ફોટો પડાવવા માટે જોડાઈ જાય છે.પરંતુ જ્યારે રેલવે દ્વારા વાસી ખાવાનું આપવામાં આવી રહ્યું છે તો લોકો તેને ફેંકી રહ્યા છે અને કોઈ કશું બોલી રહ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *