ઘરેલુ બજાર (Market) માં સતત વધતા જતા ભાવ (Price) ને અટકાવવા તેમજ ગ્રાહકો (Customers) ને રાહત આપવા માટે કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા ખાદ્ય તેલો તેમજ તેલિબિયાના વેપારીઓ (Merchants) પર 31 માર્ચ સુધી સ્ટોકની મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે. જો કે, આાયતકારો (Importers) તથા નિકાસકારો (Exporters) ને આમાંથી બાકાત રખાયા છે.
અહીં નોંધનીય છે કે, 8 ઓક્ટોબરથી NCDX પર મસ્ટર્ડ ઓઇના ફ્યુચર ટ્રેડિંગ પર પ્રતિબૅંધ મૂકવામાં આવ્યો છે. સરકારી આંકડા પ્રમાણે છેલ્લા 1 વર્ષમાં ડોમેસ્ટિક રીટેલ માર્કેટમાં ખાદ્ય તેલના ભાવમાં 46.15% નો વધારો નોંધાયો છે. ખાદ્ય તથા ગ્રાહક બાબતોના મંત્રાલયે દ્વારા નિવેદનમાં જણાવાયુ છે કે, કેન્દ્ર સરકારે ડોમેસ્ટિક બજારમાં ખાદ્ય તેલના ભાવ ઘટશે.
જેનાથી દેશના ગ્રાહકોને ખુબ રાહત મળશે. બધા જ રાજ્યોને જારી કરાયેલા આદેશ પ્રમાણે રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો ઉપલબ્ધ સ્ટોક તથા ગ્રાહકોના વલણને ધ્યાનમાં રાખી ખાદ્ય તેલો તથા તેલિબિયાની સ્ટોક મર્યાદા વિશે નિર્ણય લેશે. જો કે, કેટલાક આયાતકારો તથા નિકાસકારોને સ્ટોક લિમિટમાંથી મુક્તિ આપી દેવામાં આવી છે.
અહીં નોંધનીય છે કે, ગ્રાહક બાબતોના મંત્રાલયના આંકડા પ્રમાણે 9 ઓકટોબરે સોયા ઓઇલનો સરેરાશ રીટેલ ભાવ 154.54 રૃપિયા હતો. છેલ્લા એક વર્ષમાં સોયા ઓઇલના ભાવમાં 46.15%નો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા તેનો ભાવ 106 રૂપિયા હતો.
આની સાથે જ સરસવના તેલમાં 43% નો વધારો જોવા મળ્યો છે. ગયા વર્ષે સરસવના તેલનો ભાવ 129.19 હતો કે, જેમાં વધારો થઈને 184.43 રૂપિયા થઇ ગયો છે. આ જ રીતે વનસ્પતિ ઓઇલના ભાવમાં 38.48% નો વધારો જોવ મળ્યો છે. ગયા વર્ષે વનસ્પતિ ઓઇલનો ભાવ 95.5 રૂપિયા હતો કે, જેમાં વધારો થઈને 136.34 રૂપિયા થઇ ગયો છે.
9 ઓક્ટોબરે સનફલાવર ઓઇલનો સરેરાશ રીટેલ ભાવ 170.09 રૂપિયા હતો. છેલ્લા એક વર્ષમાં સનફ્લાવર ઓઇલના ભાવમાં 38.48% નો વધારો જોવા મળ્યો છે. એક વર્ષ પહેલા તેનો ભાવ 122.82 રૂપિયા હતો. જ્યારે પામ ઓઇલનો ભાવ ગયા વર્ષે 95.68 રૂપિયા હતો જેમાં વધારો થઈને 132.06 રૂપિયા થયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.