હાલમાં વધતા કોરોનામાં દેશમાં સૌથી આગળ મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં અનેક પ્રકારના પ્રતિબંધો છતાં કોરોના વિસ્ફોટ ચાલુ છે. તેવામાં એકવાર ફરી મહારાષ્ટ્ર લોકડાઉન તરફ ધકેલાતું દેખાઈ રહ્યુ છે. સમાચારોનું માનીએ તો 15 દિવસ માટે લોકડાઉન લાગી શકે છે. પૂર્ણ લોકડાઉનને લઈને આજની બેઠકમાં અંતિમ નિર્ણય આવી શકે છે.
વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં વીકએન્ડ પર જે પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. તેને વધારીને આવનારા અઠવાડિયા સુધી લાગૂ કરી શકાય છે. જોકે લોકડાઉન એટલું કડક નહીં હોય જેટલું ગયા વર્ષે હતુ. એક અધિકારીએ જણાવ્યું કે અમે સાર્વજનિક પરિવહન પર કોઈ પ્રતિબંધ નથી લગાવી રહ્યા પરંતુ લોકોને કારણ વગર બહાર નીકળવાની પરવાનગી નથી. આ રીતે લાંબા સમય સુધી ટ્રેન અથવા વિમાન બંધ નહીં રહે. કારણ કે, ટ્રેન અને બસો બંધ કરવાથી રસીકરણ, પરિક્ષા અને અન્ય જરુરી કામના કારણે ઘરેથી નીકળનારાને તકલીફ પડી શકે છે.
એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે ટાસ્ક ફોર્સમાં રહેલા એક્સપર્ટનું માનવુ છે કે, રાજ્યામાં કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ઓછામાં ઓછા 2 અઠવાડિયાના લોકડાઉનની જરુર છે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા શુક્રવારે રાતે સોમવારે સવાર સુધીમાં વીકેન્ડ લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે જે પ્રતિબંધો લાગવાના છે તે પહેલા કરતા વધારે કડક હશે.
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રમાં શનિવારે 55, 411 નવા કેસ સામે આવ્યા અને રાજ્યમાં કુલ સંખ્યા 33,43,951 થઈ ગઈ. એક દિવસમાં 309 લોકોના મોત સાથે કુલ મોત આંક 57,638 પહોંચ્યો. હાલ 5,36,682ની સારવાર ચાલી રહી છે. ઉપરાંત એક દિવસમાં 53,005 લોકોને રજા આપવામાં આવી છે. ત્યારે કુલ 27,48,153 લોકો સાજા થયા છે. અહીં સંક્રમણ મુક્તીનો દર 82.18 ટકા છે. ત્યારે મૃત્યુ દર 1.72 ટકા છે. રાજ્યમાં એક દિવસમાં 2,19,977 નમૂનાની તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધી કુલ 2,18,51,235 લોકોના ટેસ્ટ થઈ ચુક્યા છે.
શનિવારે થયલી બેઠક બાદ મહારાષ્ટ્રમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર દ્વારા સંવાદદાતાઓને જણાવવામાં આવ્યું કે, કોરોના વાયરસની ચેન તોડવા માટે લોકડાઉન લગાવવું જરુરી છે. તેમણે કહ્યું કે રવિવારે ટાસ્ક ફોર્સની બેઠક થશે જેમાં લોકડાઉન લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને એનસીપીના નેતા નવાબ મલિકે બેઠક બાદ કહ્યુ, સખત પ્રોટોકોલ છતાં કોવિડ 19ના કેસ વધ્યા છે. આ દરમિયાન આવનારા દિવસોમાં સ્વાસ્થય ઢાંચા પર વધારે દબાણ આવી શકે છે. જાણવા મળ્યું છે કે, મુખ્યમંત્રી કાલે ટાસ્ક ફોર્સની સાથે બેઠક રાખશે. ત્યારબાદ આગળનો નિર્ણય લેવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.