Gold smuggling in surat airport: ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ ફરી એક વખત શારજહાથી સુરત આવતા વિમાનના એક યાત્રી પાસેથી સોનાની(Gold smuggling in surat airport) ચોરી ઝડપી પાડી છે. આ યુવક અંતરવસ્ત્રમાં સોના પાવડર સ્વરૂપ ઉપર લઈને આવ્યો હતો. રાત્રીએ તેના બેલ્ટ તથા ટ્રોલી બેગમાં પણ સોનુ છુપાવ્યું હતું. આ યુવકે પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુલ 60 લાખથી પણ વધુનું સોનુ જપ્ત કર્યું છે અને કાયદેસરની પણ કાર્યવાહી હાથ ધરી છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફરજ બજાવતા કસ્ટમ વિભાગના અધિકારીઓને માહિતી મળી હતી કે, શારજહાં સુરત આવતા પ્લેનમાં એક યાત્રી ગેરકાયદેસર રીતે સોનું લાવી રહ્યો છે. જેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ યાત્રીઓની તપાસ હાથ ધરી હતી. એક યાત્રીની કસ્ટમ વિભાગના અધિકારીઓએ જ્યારે તપાસ હાથ ધરી ત્યારે તેણે પેન્ટ પર કાળા રંગના બેલ્ટ પહેર્યો હતો પરંતુ આ બેલ્ટનમાં જે બક્કલ લાગ્યું હતું તે સોનાનું હતું. જ્યારે કસ્ટમ વિભાગ ના અધિકારીઓએ તપાસ હાથ ધરી ત્યારે ખબર પડી કે તેને ગોલ્ડ કોટેડ કર્યું હતું.
યાત્રીના બીજા લગેજ ની તપાસ જ્યારે કસ્ટમ વિભાગના અધિકારીઓએ શરૂ કરી ત્યારે યુવકના ટ્રોલી બેગની ચારેય બાજુ યાત્રીએ જ્યાં ફાઇબર પ્લાસ્ટિક છે તેની અંદર સોનાનું વાયર છુપાવ્યું હતું. સોનાની દાન ચોરી કરવા માટે આ નવો આઈડિયા આ યુવકએ અપનાવ્યો હતો. એટલું જ નહીં આ યાત્રી એ અંતરવસ્ત્રમાં સોનાનો પાવડર પણ મૂકી રાખ્યો હતો. સુરત એરપોર્ટ પર આ પ્રથમ ઘટના છે જ્યારે દાણ ચોરી કરવા માટે અંતરવસ્ત્રમાં પાવડર રૂપે સોનું મૂકવામાં આવ્યું હોય. આ વ્યક્તિ પાસેથી કસ્ટમ વિભાગના અધિકારીઓએ કુલ 922.66 ગ્રામ સોનુ જપ્ત કર્યું છે જેની કિંમત 60.54 લાખ રૂપિયા છે.
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા બાદ સુરતની એક માત્ર ઇન્ટરનેશનલ ફ્લાઈટ શારજાહા થી અવારનવાર દાણચોરીની ઘટના સામે આવતી હોય છે પરંતુ પ્રથમ વાર ગોલ્ડ દાણચોરી કરવા માટે કોઈ યાત્રીએ અંતરવસ્ત્રમાં અને ટ્રોલી બેગ ના ફાઇબર પ્લાસ્ટિકની અંદર સોનુ વાયર છુપાવ્યું હોવાનું બહાર આવ્યું છે. અગાઉ અનેક વખત કેપ્સુલ અને મોબાઈલ કવરમાં પણ સોના દાણચોરીની ઘટના સામે આવી ચુકી છે પરંતુ પ્રથમવાર છે કે આવી રીતે કોઈ દાણચોરી કરવા માટે અંતરવસ્ત્રનો ઉપયોગ કરી રહ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.