ભારતના આ કિલ્લામાં આજે પણ છે ચમત્કારી પારસમણિ- પરંતુ ત્યાં ગયેલા દરેક લોકોની થઇ ગઈ છે આવી હાલત

ભારતમાં રાજા-મહારાજાઓના ઘણા કિલ્લાઓ આવેલા છે,જે પોતાનામાં એક અનોખી વાત છે. આ બધાં કિલ્લાઓ ભારતના ગૌરવ તરીકે જાણીતાં થયાં છે, તેમ જ અહીં કેટલીક રહસ્યમય વાતો છે, જે લોકોને વિચારવા માટે મજબૂર બનાવે છે. આવો જ એક કિલ્લો મધ્યપ્રદેશના ભોપાલમાં આવેલો છે, જેનું જણાવવું છે,કે રાજાએ પોતે જ અહીં રાજ કર્યું હતું. તેની પાછળ એક ખૂબ જ આશ્ચર્યજનક ઐતિહાસિક ઘટના છે.આ કિલ્લાનું નામ રાયસેન છે. ઇ.સ 1200 માં બનેલો આ કિલ્લો પહાડની ટોચ પર આવેલો છે. જે પ્રાચીન સ્થાપત્ય અને ગુણવત્તાનો અદભૂત પુરાવો છે,જે ઘણી સદીઓ ગયાં પછી પણ તે પહેલાંની જેમ જ શાનથી ઊભો છે.

રેતી અને પથ્થરથી બનેલા,આ કિલ્લાની ચારેયબાજુ વિશાળ ખડકોની દિવાલ બનાવેલી છે. આ દિવાલોમાં 9 દરવાજા અને 13 સ્તંભ આવેલાં છે. આ કિલ્લાનો ઇતિહાસ અદભૂત છે.અહીં ઘણા રાજાઓએ શાસન કરેલું છે,જેમાંથી એક શેરશાહ સૂરી હતો. જો કે, તેણે આ કિલ્લો મેળવવા માટે તેનો પરસેવો પાડયો હતો.શેરશાહ 4 મહિના સુધી ઘેરાબંધી પછી પણ તે આ કિલ્લો જીતી શક્યો ન હતો.

એવું માનવામાં આવે છે,કે શેરશાહ સુરીએ આ કિલ્લો જીતવા માટે તેણે તાંબાના સિક્કા ગાળીને એક તોપ બનાવી હતી. જેના કારણે તે આ કિલ્લાને જીતી શક્યો હતો. જો કે એવું કહેવામાં આવે છે, કે શેર શાહે તેને  ઇ.સ.1543માં જીતવા માટે તેણે છેતરપિંડીનો આશરો લીધો હતો.તે વખતે આ કિલ્લા પર રાજા પુરાણમલનું રાજ હતું. તેની સાથે છેડતી કરવામાં આવી હોવાની ખબર પડતાં જ તેણે તેની પત્ની રાણી રત્નાવલીને શત્રુથી બચાવવા રાણીનું માથું કાપી નાખ્યું હતું.

આ કિલ્લા સાથે જોડાયેલી એક ખૂબ જ રહસ્યમય ઘટના છે. એવું માનવામાં આવે છે, કે અહીંના રાજા પાસે એક પારસમણી પથ્થર હતો, જે લોખંડને સોનું પણ બનાવી શકતો હતો.આ રહસ્યમય પથ્થર માટે ઘણા યુદ્ધો થયા હતા, પરંતુ જ્યારે રાજા રાજસેનની હાર થઈ ત્યારે તેણે પારસમણી પથ્થરને કિલ્લામાં આવેલ તળાવમાં ફેંકી દીધો હતો.

એવું માનવામાં આવે છે,કે ઘણા મહારાજાએ આ કિલ્લો ખોદ્યો હતો,અને પારસમણી પત્થર શોધવાનો પ્રયત્ન કર્યો હતો,પરંતુ તેઓ સફળ થયા ન હતા.આજે પણ લોકો રાતે પારસમણી પથ્થરની શોધમાં તાંત્રિકોને સાથે લઇ જાય છે, પરંતુ તેઓ નિરાશ થઈને જ પાછાં આવે છે.આ વાર્તાને લઇને પણ કહાની પ્રખ્યાત છે,કે અહીં પથ્થરને મેળવવા માટે આવેલા મોટાભાગના લોકો તેમનું માનસિક સંતુલન ગુમાવી બેઠાં છે,કારણ કે પારસમણી પથ્થરની સુરક્ષા એક જીન કરે છે.

જો કે, પુરાતત્ત્વીય વિભાગને આજ દિવસ સુધી તેવાં કોઈ પુરાવા મળ્યા નથી કે આ કિલ્લામાં પારસમણી પથ્થર હાજર છે,પરંતુ કેટલીક ઘટનાને કારણે લોકો પારસમણી પથ્થરની શોધમાં છુપાઈને આ કિલ્લા પર પહોંચે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *