એક યુવતીએ પોતાના પ્રેમી માટે પોતાની કારકિર્દી, સરકારી નોકરી દાવ પર લગાવી દીધી. કેવી રીતે? આવો જાણીએ… આ યુવતી તેના બોયફ્રેન્ડ માટે યુનિવર્સિટીમાં પરીક્ષા આપવા ગઈ હતી અને તે પણ ડમી ઉમેદવાર બનીને, પરંતુ પ્રશાસને તેને પકડી લીધી હતી.
આ સમાચાર ગુજરાતના સુરતના છે. અહીં Surat સ્થિત વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આ વિચિત્ર ઘટના બની છે. બોયફ્રેન્ડ બી.કોમ.ના ત્રીજા વર્ષનો વિદ્યાર્થી છે. પરીક્ષાના દિવસે તે ઉત્તરાખંડ ફરવા ગયો હતો. તેણે તેની ગર્લફ્રેન્ડને તેને પરીક્ષા આપવા કહ્યું. ગર્લફ્રેન્ડ પણ એ જ કોલેજમાંથી B.Com પાસઆઉટ છે.
Couple Goals ♥️ pic.twitter.com/9ZxdcR0WlZ
— Prayag (@theprayagtiwari) December 25, 2022
હે ભગવાન હવે તો આ જ જોવાનું બાકી હતું ને… પ્રેમ માટે ગર્લફ્રેન્ડ પરીક્ષા આપવા પણ તૈયાર થઈ ગઈ. નવાઈની વાત એ છે કે યુવતી સરકારી નોકરી કરે છે. યુવતીએ એડમિટ કાર્ડમાં છોકરાની જગ્યાએ તેનો ફોટો એડિટ કરી નાખ્યો હતો. આ પછી તે પરીક્ષામાં બેઠી. છોકરી પરીક્ષા આપવા આવી કે તરત પાછળ બેઠેલા એક છોકરાએ વિજિલન્સ ટીમને જણાવ્યું કે, એક છોકરો પેપર આપીને ગયા દિવસોમાં આ સીટ પર ગયો હતો. આ રીતે ટીમે યુવતીને પકડી લીધી હતી.
बॉयफ्रेंड अपनी परीक्षा के बीच उत्तराखंड में छुट्टियां मनाने निकल गया तो गर्लफ्रेंड उसकी जगह कॉलेज में एग्जाम देने बैठ गई
डमी कैंडिडेट बनी लड़की की डिग्री रद्द करने और असल छात्र को तीन साल तक परीक्षा से वंचित किया जा सकता है
गुजरात के सूरत (VNSGU) का मामला
— Privesh Pandey (@priveshpandey) December 26, 2022
હવે સજા તરીકે ડમી ઉમેદવાર બનેલી યુવતીની ડિગ્રી રદ કરી શકાય છે અને વાસ્તવિક વિદ્યાર્થીને ત્રણ વર્ષ માટે પરીક્ષામાંથી બાકાત કરી શકાય છે. પૂછપરછ દરમિયાન યુવતીએ સમિતિને જણાવ્યું કે તેનો બોયફ્રેન્ડ પરીક્ષાના દિવસે ઉત્તરાખંડ ફરવા ગયો હતો. બોયફ્રેન્ડે તૈયારી પણ નહોતી કરી. તેથી જ તેણી તેના બોયફ્રેન્ડની રીક્વેસ્ટ પર પરીક્ષા આપવા માટે સંમત થઈ. હાલ Surat ની આ ઘટનાએ ચારેબાજુ ચકચાર મચાવી દીધો છે, કારણ કે આ પહેલા ક્યારેય આવી ઘટના બની નથી. ખેર… છોડો, તમે આ ઘટના અંગે શું વિચારી રહ્યા છો? કોમેન્ટ કરી જરૂર જણાવજો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.