આવતીકાલે સમગ્ર દેશમાં લોકો વર્ષ 2020 એટલે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી દારુ પી ને કરશે ત્યારે હાલમાં રાજ્યમાં આવેલ સુરત શહેરમાંથી એક સમાચાર સામે આવી રહ્યાં છે. સમગ્ર શહેરમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી થર્ટી ફર્સ્ટ તથા નવા વર્ષની ઉજવણી કરવા માટે પોલીસ કમિશનર દ્વારા અપીલ કરવામાં આવી છે.
પોલીસ કમિશનર દ્વારા શહેરીજનોને જણાવવામાં આવ્યું હતું કે, હાલમાં કોરોના સંક્રમણની સ્થિતિ ત્યારે છેલ્લા માર્ચ મહિનાથી તમામ ઉત્સવોની ઉજવણી ઘરે બેઠા જ પરિવાર સાથે કરી રહ્યા છે. આની સાથે જ થર્ટી ફર્સ્ટ તથા નવા વર્ષની ઉજવણી સંયમિત રીતે તેમજ મર્યાદામાં કરવાની રહેશે.
આની સાથે જ રાત્રિ કર્ફ્યૂ 9 વાગ્યાથી અમલમાં રહેશે. જયારે બીજી બાજુ જાહેરમાં ઉજવણી કરનાર અથવા તો ટોળા એકત્ર કરનાર લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એવું પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે. જને કારણે સુરતીલાલાઓએ આજના દિવસે સાવચેત રહેવું પડશે.
સંયમ રાખવા માટેની અપીલ :
પોલીસ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, યુવાનો તથા લોકો દ્વારા થર્ટી ફર્સ્ટ તથા નવા વર્ષની ઉજવણી ઉત્સાહ-ઉમંગની સાથે કરવામાં આવે છે. જો કે, હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી આગામી સમયમાં આવતાં ઉત્સવોમાં પહેલાં જે રીતે સંયમ જાળવી રાખ્યો હતો તે રીતે જ જાળવી રાખવા માટેની અપીલ કરવામાં આવી છે.
કડક કાર્યવાહી કરવામાં આવશે :
થર્ટી ફર્સ્ટના દિવસે પણ રાત્રિ કર્ફ્યૂ યથાવત રાખવામાં આવશે એવું ઉમેરતા પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, પ્રતિબંધનો ભંગ કરનાર પાર્ટી અથવા તો જાહેરમાં ટોળા એકત્ર કરીને સંક્રમણમાં વધારો થાય તેવા કોઈ પણ પ્રયત્નને સાંખી લેવામાં આવશે નહી તથા કડક કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle