ઓનલાઈન ગેમોની અસર બાળકોની માનસિક સ્થિતિ પર થતી હોવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર PUBG જેવી ગેમ રમીને બાળકે તેના પરિવારના સભ્યો પર જ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવત્તી હોય છે, તો ક્યારેક ગેમ રમવાની ના પાડતા માઠું લાગી જતાં બાળકે આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે.
આવી એક ઘટના ફરી એકવાર સુરતમાંથી સામે આવી રહી છે કે, જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીના મોટાભાઈએ વિદ્યાર્થી સતત ગેમ રમતો હોવાને લીધે મોબાઇલ લઇ લીધો હતો. જેને લીધે વિદ્યાર્થીને માઠું લાગી જતા તેને પોતાના ઘરના ધાબા પર જઈને ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું હતું.
ઘટનાની જાણ થતાંની સાથે જ પરિવારજનો બાળકને હોસ્પિટલમાં લઇ ગયા હતા પરંતુ બાળકને ડોક્ટર દ્વારા મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. ત્યારપછી પરિવારજનોએ પોલીસને જાણકારી આપી હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ મળશે.
સમગ્ર મામલે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. ગેમ રમવા જેવી બાબતે વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. સુરતમાં આવેલ ડિંડોલી વિસ્તારની આનંદી ટાઉનશીપમાં ભાનુપ્રતાપ ચૌહાણ નામનો યુવક પોતાના પરિવારની સાથે રહેતો હતો.
ભાનુપ્રતાપનો પરિવાર મૂળ રાજસ્થાનનો હતો તેમજ તેઓ વર્ષોથી સુરતમાં રહેતા હતા. કોરોના મહામારીની વચ્ચે શાળા-કોલેજો બંધ થઈ હોવાને લીધે ભાનુપ્રતાપનો અભ્યાસ ન બગડે એની માટે તેના મોટા ભાઈએ ઓનલાઇન અભ્યાસ કરવા ભાનુપ્રતાપને સ્માર્ટફોન અપાવ્યો હતો પણ સ્માર્ટફોન આવતા જ ભાનુપ્રતાપ ઓનલાઇન અભ્યાસમાં ખુબ ઓછું ધ્યાન આપવા લાગ્યો હતો તેમજ મોબાઈલમાં ફ્રી ફાયર નામની ગેમ રમવા લાગ્યો હતો.
આ વાતની જાણ ભાનુપ્રતાપના મોટા ભાઈને થઇ હોવાને લીધે તેને નાના ભાઈ પાસેથી મોબાઇલ લઇને જણાવ્યું હતું કે, જ્યારે તારો ઓનલાઈન ક્લાસની શરૂઆત થાય ત્યારે જ તું મોબાઈલ માગવા માટે આવજે. મોબાઇલ લઇ લીધો હોવાને લીધે ભાનુપ્રતાપને માઠું લાગી આવ્યું હતું. તેને રવિવારે પોતાના ઘરના ધાબા પર જઈને લોખંડની ગ્રીલની સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle