હાલમાં ગુજરાતમાં આવેલ સુરત શહેરમાંથી આપઘાતની એક ઘટના સામે આવી રહી છે.સુરતમાં આવેલ મોટા વરાછા વિસ્તારની આનંદધારા રેસિડેન્સીમાં રહેતી ધોરણ 11ની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રગતિબેન કમલેશભાઈ લુણાગરીયા નામની વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પરિવાર શોકનો માહોલ ફરી વળ્યો છે.
પ્રગતિના પિતાએ જણાવ્યું કે, કુલ 2 દિવસ પહેલાં ઘરમાં આત્મહત્યા કરી લીધી છે. પ્રગતિએ ઓનલાઈન શિક્ષણ બરાબર ફાવતું ન હોવાને લીધે માનસિક તાણ અનુભવતી હતી. તેને શું થશે એવી ચિંતામાં આત્મહત્યા કરી લીધી છે. આની સાથે જ પ્રગતિના પિતાએ જણાવ્યું હતું કે, સંતાનો ખૂબ ચિંતા કરે ત્યારે તેની સાથે વાત કરવી જોઈએ કે જેથી કોઈને તેના સંતાનો ગૂમાવવાનો વારો આવે નહિ.
શાળામાંથી પેપર લઈ આવી હતી :
પિતા કમલેશભાઈએ કહ્યું હતું કે, આશાદીપ શાળામાં માતાની સાથે પેપર લઈને પ્રગતિ ઘરે આવતી હતી. રસ્તામાં માતાને કોઈ કામ યાદ આવી જતા બજારમાં ચાલી ગયા હતા. પ્રગતિ ઘરે આવીને ઓનલાઇન પરીક્ષાની તૈયારી કરી રહી હતી. દાખલામાં કંઈ સમજ ન પડતા એ પાડોશમાં રહેતી તેમજ કોલેજમાં અભ્યાસ કરતી બહેનપણી પાસે દાખલા શીખવા માટે ગઈ હતી. જ્યાં એને દાખલા સમજાવી બહેનપણી એ ના સમજ પડે તો ફરી આવજે એમ જણાવ્યું હતું.
વાલીઓએ દબાણ કરવું જોઈએ નહી :
પ્રગતિ ઘરે આવ્યા પછી માનસિક તણાવમાં આવી ગઈ હોય એમ કહી શકાય છે. ત્યારપછી તેણે આવું અંતિમ પગલું ભર્યું હતું. અમે દીકરી ગુમાવી છે પરંતુ મારે તમામ વાલીઓને એક જ સંદેશો આપવો છે કે, બાળકોને માનસિક તણાવથી મુક્ત રાખવા જોઈએ. અભ્યાસનો ભાર આપવો જોઈએ નહી. આની સાથે જ ઓનલાઇન અભ્યાસને લઈ મારે દીકરી ગુમાવવાનો વારો આવ્યો છે તેમ અન્ય કોઈ સંતાન ગુમાવવું પડે નહી તેની કાળજી રાખવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle