પેહલાના સમય કરતા આજે સમાજ અને જાહેરજીવન માં શિક્ષણ નું મહત્વ ખુબ વધ્યું છે. લોકો આજે દેશ વિદેશ ની ધરતી પર ભારત નું નામ રોશન કરી રહ્યા છે. આજે વિશ્વની નામાંકિત કંપનીઓ માં ઉંચી ઉંચી પોસ્ટ પર, આજે ભારતીય ને જોઇને બીજા કરોડો ભારતીય ની છાતી ગજગજ ઉઠે છે. શિક્ષણ ના વિકાસ સાથે સાથે, આજે બાળકો અને વિદ્યાર્થીઓમાં આપઘાતનું દુષણ પણ ખુબ વ્યાપક પ્રમાણ માં ફેલાયેલું છે, જે ભવિષ્ય માટે લાલબત્તી સમાન ગણી શકાય.
આજે પણ પાલનપુરની બનાસ મેડિકલ કોલેજમાં MBBS ના વિદ્યાર્થીએ ધાબા પરથી પડતું મૂકી જીવન ટુંકાવ્યું. ખુબ દુઃખ સાથે લખવું પડે છે કે, લોકોના જીવ બચાવતા ડોકટરો પણ આજે માનસિક થાક અને તણાવને કારણે આપઘાત કરી રહ્યા છે. વિદ્યાર્થીની આત્મહત્યાનું કારણ હજુ અંકબંધ છે, હાલ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. તપાસ દરમિયાન સત્ય લોકોની સામે આવશે.
ગુજરાત રાજ્યના અરવલ્લી જીલ્લાના ભિલોડા ગામના જતીન કીર્તિભાઈ દરજી પાલનપુર તાલુકાના મોરિયા ખાતે આવેલી બનાસ મેડિકલ કોલેજમાં MBBSના બીજા વર્ષમાં અભ્યાસ કરતા હતા. તેમણે આજે કોઈ અગમ્ય કારણોસર આપઘાત કર્યો છે. વિદ્યાર્થીએ કોલેજની છત પરથી નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે.
ઘટનાની જાણ થતા જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી, પાલનપુર પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મૃતદેહ પીએમ માટે ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.