ગુજરાત(Gujarat): રાજ્યમાં હેડ ક્લાર્કનું પેપર લીક થયું હોવાનું હવે સરકાર દ્વારા પણ કબુલવામાં આવ્યું છે. ત્યારે આ પેપર લીક મામલે દોષિત વ્યક્તિઓ પર ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ રાજ્યના 88 હજાર યુવાનો પરીક્ષા(head clerk exam) આપે, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા, પરિવારોએ આશા બાંધી હોય. જાત મહેનત કરીને સરકારી નોકરી(government jobs) ના સપના જોતા યુવાનો સાથે ચેડા થયા છે અને 88 હજાર યુવાનોના સપનાને રગદોળી નાખવામાં આવ્યા છે. ત્યારે હવે સુરતમાં પણ વિધાર્થી સંગઠન દ્વારા બેનર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે.
આજરોજ સવારે 10:30 કલાકે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ- સુરત(CYSS) દ્વારા હેડ ક્લાર્કની ભરતીમાં જે પેપર લીક થયું છે તે મુદ્દે ધારુકા કોલેજની બહાર 100થી પણ વધુ વિદ્યાર્થીઓ દ્વારા વિદ્યાર્થીઓને ભીખ આપોના અનેક વિવિધ બેનર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ સુરતના પ્રમુખ દર્શિત કોરાટ, ગુજરાત જનરલ સેક્રેટરી કિશન ઘોરી, સુરત ઉપપ્રમુખ પ્રદીપ કાકડિયા, સુરત મહામંત્રી વિવેક પટોળીયાની આગેવાની હેઠળ વરાછા વિસ્તારમાં આવેલ ધારુકા કોલેજની બહાર 100 કરતા પણ વધારે વિધાર્થીઓએ એકઠા થઇને અલગ અલગ લખાણના બેનરો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને બેરોજગાર વિધાર્થીઓને ભીખ આપો… ભીખ આપો…, શિક્ષણ મંત્રી હાય હાય… જીતું વાઘાણી હાય હાય… તેવા નારા પણ લગાવવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓની એક જ માંગ છે કે, જે યુવાનોએ રાત-દિન મહેનત કરી હોય, ભવિષ્યના સપના જોયા, પરિવારોએ આશા બાંધી હોય તેવા યુવાનોના સપનાને ચુર ચુર કરનાર તમામ દોષિત આરોપીઓને તાત્કાલિક પણે પકડવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
છાત્ર યુવા સંઘર્ષ સમિતિ ગુજરાત જનરલ સેક્રેટરી કિશન ઘોરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે, આ હેડ ક્લાર્કની ભરતીના પેપર લીકમાં સંડોવાયેલા તમામ આરોપીઓ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને સજા આપવામાં આવે. જો વહેલી તકે આ પેપર લીક કાંડમાં સંડોવાયેલા આરોપીઓને પકડવામાં કે સજા આપવામાં નહિ આવે તો ઠેર ઠેર વિરોધ કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.