સુરત(Surat): વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી(VSGU)ની અંદર પરીક્ષા પ્રક્રિયામાં અનેક છબરડાઓ અનેકવાર બહાર આવતા રહેતા હોય છે. ત્યારે આજે આમ આદમી પાર્ટી(Aam Aadmi Party)ની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા ઉગ્ર રીતે માગણી કરીને વિરોધ કરવામાં આવ્યો હતો. યુનિવર્સીટીના વહીવટી ભવનનો ઘેરાવો કરી લેતા વાતાવરણ ખૂબ જ ઉગ્ર બન્યું હતું. આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS સહિત અન્ય આપના નેતાઓ પણ યુનિવર્સિટી(University) ભેગા થયા હતા.
આ વિધાર્થીઓ દ્વારા સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે રજિસ્ટ્રાર નો આશરે દોઢ કલાક સુધી ઘેરાવ વહીવટી ભવન ને તાળાબંધી કરી વિદ્યાર્થીઓના પ્રશ્નોનો તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે તેવી માંગ છાત્ર યુવા સંઘર્ષ સમિતિની CYSS દ્વારા કરવામાં આવી છે.
CYSS દ્વારા આજે સમગ્ર યુનિવર્સિટીમાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. વિધાર્થી સંગઠનના કાર્યકરોએ યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં ભેગા થઈને વાઇસ ચાન્સેલર અને રજીસ્ટારના વિરોધમાં ખુબ જ સૂત્રોચ્ચાર કર્યા હતા. રજીસ્ટર દેખાતાની સાથે તમામ વિદ્યાર્થીઓએ તેમનો ઘેરાવ કરી લીધો હતો અને તેમની કામગીરીને લઇને ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. રોષે ભરાયેલા વિધાર્થીઓ દ્વારા યુનિવર્સિટીની વહીવટી બિલ્ડિંગમાં બહારના ગેટથી તાળું મારી દીધું હતું.
વિધાર્થી સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વિદ્યાર્થી પાસ હોવા છતાં પણ નાપાસ કર્યા હોવાનો ખુલાસો RTI દ્વારા થતાં છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા તમામ વિદ્યાર્થીઓને ન્યાય મળે અને વિદ્યાર્થીઓ સાથે થતી ગેરરીતિ બંધ થાય એના માટે ઉગ્ર રોષ વ્યક્ત કરવામાં આવ્યો અને તાત્કાલિક ધોરણે આવા પેપર ચેકરો સામે પગલાં લેવા માગણી કરવામાં આવી છે.
સાથે નીચેના મુદ્દાઓ પર યુનિવર્સિટી તાત્કાલિક ધોરણે વિચારણા કરી વિદ્યાર્થીઓને ન્યાય આપે એવી બાંહેધરી રજિસ્ટ્રાર સાહેબ પાસેથી લેખિતમાં લેવામાં આવી. યુનિવર્સિટી માં 200 કરતા પણ વધારે વિદ્યાર્થી દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.
વિધાર્થીઓના મુખ્ય મુદ્દાઓમાં આ મુદ્દાઓનો સમાવેશ થાય છે. પેપર ચેકીંગ દરમિયાન થતા છબરડા બંધ કરવામાં આવે અને એના માટે જવાબદાર પેપર ચેકર સામે તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવે અને સાથે એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ માટે જે કમિટીની રચના કરવામાં આવી છે તે ખૂબ જ જટિલ રીતે નિર્ણય લેતી હોય આવા સમયે વિદ્યાર્થીઓ ને તાત્કાલિક ધોરણે ૩ કલાકમાં જ તેમની મુંઝવણનું નિરાકરણ આપવામાં આવે અને એક્ઝામિનેશન ડિપાર્ટમેન્ટની ભૂલો સંતાડવા વિદ્યાર્થીઓને જે રીતે ગુચવવા આવે છે તે બધી જ ગેરરીતિ બંધ કરવા જેવા વગેરે મુદ્દાઓનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.