સુરત (Surat) ના પરવત પાટિયા (Parvat Patiya) માં આવેલા BRTS બસ સ્ટેન્ડ પર એક ડ્રાઈવરે વિદ્યાર્થીને થપ્પડ અને મુક્કા માર્યાનો વીડિયો વાયરલ થયો છે. આટલું જ નહીં ખાલી સમયમાં બસમાં મસ્તી કરતા વિદ્યાર્થીઓને રોકીને નીચે ઉતારવામાં આવ્યા હતા. વિડીયોમાં સાફ સાફ દેખાઈ રહ્યું છે કે, BRTS ના બસ ડ્રાઈવરે પોલીસનું માસ્ક પહેરી રહ્યું હતું અને વિદ્યાર્થીને લાફા ઉપર લાફા મારી રહ્યો હતો.
ડ્રાઈવરે મને માર્યો- વિદ્યાર્થી
વિદ્યાર્થીઓએ કહ્યું, ‘વિડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે અમારો મિત્ર પોતાની ભૂલ સ્વીકારી રહ્યો છે. જોકે, બસનો જવાબદાર ડ્રાઈવર વિદ્યાર્થીને થપ્પડ અને મુક્કા મારી રહ્યો છે. વિદ્યાર્થી પણ નુકસાન ભરપાઈ કરવા તૈયાર હતો. તેમ છતાં ડ્રાઈવરે એક નિર્દોષ વિદ્યાર્થીને માર મારી રહ્યો હોવાનું વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.
મોટાભાગના વિદ્યાર્થીઓ બસમાં મુસાફરી કરે છે. થોડીવાર ગીતો ગાતા, મોજ-મસ્તી કરતા અને મિત્રો સાથે ગપસપ કરતા, પરંતુ વિદ્યાર્થીઓ સાથે ઊંચા અવાજે વાત કરી ડ્રાઇવરે વિદ્યાર્થીઓને પરવટ પાટિયા BRTS પર દરેક વિદ્યાર્થીઓને નીચે ઉતારી દેવું કેટલું યોગ્ય છે?
ડ્રાઇવર અને વિદ્યાર્થીઓની અથડામણમાં બસનો કાચ તૂટી ગયો હતો. વિદ્યાર્થીઓ આ માટે સંમત થયા હતા. વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો ન હતો. ડ્રાઈવર અને તેના સાથી પાસે પોલીસના માસ્ક અને દંડા પણ હતા. તેનો સંપૂર્ણ લાઈવ વિડિયો પણ છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે જે વિદ્યાર્થીએ લાફા ખાધા છે તેને ન્યાય મળવો જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.