ગુજરાત(Gujarat): રાજ્યમાં ઠેર ઠેર કમોસમી વરસાદ(Unseasonal rain) ખાબકી રહ્યો છે અનેક જિલ્લામાં કમોસમી ધોધમાર વરસાદ સાથે કરા પણ પડ્યા છે ત્યારે પાટણ(Patan)માં પણ કમોસમી વરસાદે માઝા મુકી હોય તેવું લાગી રહ્યું છે. પાટણની સ્કૂલમાં વિદ્યાર્થીઓ ધોધમાર વરસાદને કારણે ફસાઈ ગયા હતા. જેમને ટ્રેક્ટર દ્વારા રેસ્ક્યૂ(Rescue) કરી બહાર કાઢવામાં આવ્યા છે.
#WATCH | Gujarat: Heavy rainfall causes waterlogging in parts of Patan. Local administration uses a tractor to rescue students of a school stranded amid the heavy downpour and waterlogging. pic.twitter.com/t9oxSGv2R0
— ANI (@ANI) March 18, 2023
મળતી માહિતી અનુસાર, શેઠ બી.એમ હાઈસ્કૂલમાં વિદ્યાર્થીઓ વરસાદના કારણે ફસાયા હોવાનો વિડીયો સામે આવ્યો છે. ધોરણ-12ની પરીક્ષાનુ પેપર આપ્યા પછી વિદ્યાર્થીઓ સ્કુલમાં ફસાઈ ગયા હતા. સ્કૂલ ગાઉન્ડમાં વિદ્યાર્થીઓના વાહનો પાણીમાં ફસાઈ જવા પામ્યા હતા. જેને કારણે પાલિકાના ચીફ ઓફિસર અને ફાયર ફાઈટરની ટીમ કામે લાગી હતી. તંત્ર દ્વારા સ્કૂલમાં ફસાયેલા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, પાટણમાં ભારે વરસાદના કારણે વિદ્યાર્થીઓ શાળામાં જ ફસાઈ ગયા હતા. જ્યાં ટ્રેક્ટર વડે રેસ્કૂય કરવામાં આવ્યા હતા અને તેમને બહાર કાઢવામાં આવ્યા હતા. ઢીંચણ સમા પાણી ભરાઈ જવાના લીધે વિદ્યાર્થીઓના ટુ વ્હીલર વાહનો પણ પાણીમાં ફસાઈ ગયા હતાં જેને લીધે નગરપાલિકાની તેમજ ફાયર વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં.
મહત્વનું છે કે, રાજ્યમાં ભારે વરસાદને કારણે કેટલાય ખેડૂતોનો ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે. જેને કારણે જગતના તાત ખેડૂતને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદને કારણે લાચાર ખેડૂત પણ કરે તો કરે શું? વરસાદની આગાહી સાંભળીને જ ખેડૂતના જીવ તાળવે ચોટી જાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.