Runway 34 ના પ્રમોશન માટે ‘કપિલ શર્મા શો’માં પહોચ્યા અજય દેવગણ, કોમેડી કિંગ કપિલની કરી બોલતી બંધ- જુઓ વિડીયો

બોલિવૂડ (Bollywood)ના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક અજય દેવગણ(Ajay Devgan) છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ રનવે 34 (Runway 34)ના પ્રમોશનમાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે.…

બોલિવૂડ (Bollywood)ના સૌથી પ્રતિભાશાળી અભિનેતાઓમાંના એક અજય દેવગણ(Ajay Devgan) છે. આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ રનવે 34 (Runway 34)ના પ્રમોશનમાં વ્યસ્ત દેખાઈ રહ્યો છે. અજય ટૂંક સમયમાં કપિલ શર્માના શો (Kapil Sharma’s show)માં પણ તેની ફિલ્મનું પ્રમોશન કરતો જોવા મળશે. શોના પ્રોમો વીડિયો પણ સામે આવવા લાગ્યા છે, જેમાં કપિલ સાથે અજય દેવગનની બોન્ડ અને મસ્તી ચાહકોને પસંદ આવી રહી છે.

કપિલના શોમાં અજય દેવગનની ધમાલ:
તમે ઘણીવાર કપિલ શર્માને શોના ગેસ્ટ અને તેની ટીમ મેમ્બરની મજાક ઉડાવતા જોયા હશે. પરંતુ કપિલની આ યુક્તિ સુપરસ્ટાર અજય દેવગણની સામે કામ ન કરી, ઉલટું અજયે કપિલની ઉગ્ર મજાક ઉડાવી. શોના પ્રોમો વીડિયોમાં જોઈ શકાય છે કે, અજય તેની ફિલ્મની અભિનેત્રીઓ સાથે કપિલના શોમાં સૂટ પહેરીને પ્રવેશ કરે છે. આવી સ્થિતિમાં કપિલે અજય દેવગણના લુક પર કટાક્ષ કર્યો હતો. કપિલે કહ્યું- જ્યારે મેં સૂટમાં જોયું તો મને લાગ્યું કે અજય સર બેંકમાં જોડાયા નથી જોડાયા ને.

અજય કપિલની બોલતી બંધ કરી દે છે:
પરંતુ કપિલનો હુમલો તેના પર ભારે પડ્યો. કપિલની આ વાત પર અજય દેવગણે પણ જડબાતોડ જવાબ આપ્યો અને કહ્યું- તમે તો ઢંગના કપડા નથી પહેરતા, તેથી મેં વિચાર્યું કે શોને થોડો ઊંચો કરવા માટે મારે અમુક પ્રકારના કપડાં પહેરવા જોઈએ. અજય દેવગણ આ જવાબ સાથે કપિલ શર્માની બોલતી બંધ કરી દે છે. આ સિવાય કપિલ શર્મા અજય દેવગન અને તેની ફિલ્મની અભિનેત્રી સાથે પણ ઘણી મજેદાર રમતો રમે છે. શોના પ્રોમો વીડિયોથી સ્પષ્ટ છે કે અજય દેવગન રનવે 34ની ટીમ સાથે કપિલના શોને ધમાલ કરવા જઈ રહ્યો છે.

ફિલ્મ Runway 34 વિશે વાત કરીએ તો તેની વાર્તા એક સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મને અજય દેવગણે પોતે ડિરેક્ટ કરી છે. તેણે તેનું નિર્માણ પણ કર્યું છે. આ ફિલ્મમાં અજય ઉપરાંત અમિતાભ બચ્ચન, રાકુલ પ્રીત, અંગિરા ધર, બોમન ઈરાની પણ મહત્વના રોલમાં છે. આ ફિલ્મ 29 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *