સુરતમાં બુટલેગરો બેફામ: જાહેર રસ્તા પર યુવાનને ઢોર માર માર્યો- જુઓ CCTV વિડીયો 

આજકાલ પોલીસ સતત વોચ રાખીને બુટલેગરોને ઝડપી પડે છે. હાલ સુરતમાં કાયદાની પરિસ્થિતિ સતત લથડી રહી છે ત્યારે અસામાજિક તત્વો સાથે હવે બુટલેગરો પણ બેફામ બન્યા છે. આ દરમિયાન સુરતના લાલગેટ વિસ્તારમાં  બુટલેગર સત્તારના દીકરા તૌસિફ દ્વારા પોતાની દાદાગીરી કરી એક યુવાને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ બુટલેગરની દાદાગીરી નજીકના સીસીટીવીમાં કેદ થઇ ગઈ છે.

સુરતનાં લાલગેટ વિસ્તારમાં માથાભારે ઈસમની છાપ ધરાવતા અને  બુટલેગર સત્તારનો દીકરો તૌસિફ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવતો હોવા છતાં પણ તે કોઈને ગણકારતો નથી અને જે વ્યક્તિ જાહેરમાં તેનો વિરોધ કરે છે તેમને આ રીતે જાહેરમાં માર મારી ચૂપ કરાવી દે છે. જેથી કરીને કોઈને તેમની સામે વિરોધ કરવાની હિંમત થતી નથી.

તૌસિફ સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ વોન્ટેડ હોવા છતાં પણ ગઈકાલે પોતાના વિસ્તારમાં એક યુવાને જાહેરમાં માર મારી પોતાની દાદાગીરી કરતા આ બુટલેગરની ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થવા પામી હતી. મારામારીનો આ વીડિયો સ્થાનિક લોકો દ્વારા સોશલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો છે. સુરત શહેરમાં આવેલા લાલ ગેટ વિસ્તારમાં પણ એ જ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે.

બુટલેગરોની ધાક એવી છે કે, જેને મારી રહ્યો છે તેની વચ્ચે પડીને સમાધાન કરાવવા પણ કોઈ તૈયાર થતું નથી. આ દરમિયાન આ વીડિયોને આધારે પોલીસ દ્વારા કાર્યવાહી તો શરુ કરવામાં આવી છે પણ હવે આ બુટલેગર સામે કડક કાર્યવાહી કરવામાં આવેશે કે પછી તેને વીઆઈપી સવલત આપીને માત્ર ગણતરીના કલાકોમાં છોડી મુકવામાં આવશે તે જોવું રહ્યું.

નોંધનીય છે કે, સુરતમાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં લોકોને કાયદાની બીક રહી નથી. અનેકવાર અસામાજિક તત્વો સામાન્ય લોકોને પોતાની દાદાગીરી બતાવીને માર મારતા હોય તેવી અનેક ઘટનાઓ સામે આવી છે.

ત્યારે આ ચર્ચાએ જોર પકડ્યું છે કે, બુટલેગરો દારૂના ગેરકાયદે વેપારને લઈને પોલીસને મોટી રકમ હપ્તા પેટે આપતા હોવાના દાવાને લઈને સતત દાદાગીરી કરતા હોય છે. જે-તે પોલીસ સ્ટેશનના વહીવટદારો બુટલેગરોની સાથે સીધો સંપર્ક રાખે છે. જેથી સ્થાનિક લોકો વિરોધ કરે તો પણ તે પોતાનો દારૂનો ધંધો બંધ કરતા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *