70 વર્ષમાં સુભાષ બાબુને જે સન્માન ન મળ્યુ એ હવે આપશે પ્રધાનમંત્રી મોદી- કરવા જઈ રહ્યા છે મોટું કામ

પીએમ મોદીએ (PM Modi) ટ્વિટ કરીને આ જાણકારી આપી છે. PM એ ટ્વીટ કર્યું, ‘એવા સમયે જ્યારે સમગ્ર રાષ્ટ્ર નેતાજી સુભાષ ચંદ્ર બોઝ (Subhas Chandra Bose) ની 125મી જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે, મને એ જણાવતા આનંદ થાય છે કે ગ્રેનાઈટથી બનેલી તેમની ભવ્ય પ્રતિમા ઈન્ડિયા ગેટ (India Gate) પર સ્થાપિત કરવામાં આવશે. આ તેમના પ્રત્યે ભારતના ઋણનું પ્રતિક હશે. જ્યાં સુધી નેતાજી બોઝની ભવ્ય પ્રતિમા પૂર્ણ ન થાય ત્યાં સુધી તેમની હોલોગ્રામ પ્રતિમા તે જ જગ્યાએ રહેશે. હું 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિએ હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરીશ.

આ પ્રતિમા ક્યાં સ્થાપિત થશે?
કહેવામાં આવી રહ્યું છે કે ઈન્ડિયા ગેટ પર 6 દાયકાથી ખાલી પડેલી છત્રીમાં નેતાજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. અગાઉ આ છત્રીમાં રાજા જ્યોર્જ પંચમની પ્રતિમા હતી, જેને બાદમાં 1968માં હટાવી દેવામાં આવી હતી.

અમર જવાન જ્યોતિનો આજે અંતિમ દિવસ
50 વર્ષથી દિલ્હીના ઈન્ડિયા ગેટની ઓળખ બની ગયેલી અમર જવાન જ્યોતિનો આજે છેલ્લો દિવસ હતો. હવે આ જ્યોત ઈન્ડિયા ગેટની જગ્યાએ નેશનલ વોર મેમોરિયલ પર પ્રગટાવવામાં આવી છે. તેની જ્યોત આજે બપોરે એક સમારોહ દરમિયાન યુદ્ધ સ્મારકની જ્યોત સાથે ભળી ગઈ હતી. એર માર્શલ બલભદ્ર રાધા કૃષ્ણએ સમારોહની અધ્યક્ષતા કરી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં, કેન્દ્રએ રાજકીય અને સાંસ્કૃતિક મહત્વ સાથે ઘણી મહત્વપૂર્ણ તારીખો ઉજવવાનું નક્કી કર્યું છે. આમાંની કેટલીક ખાસ તારીખો છે-
31 ઓક્ટોબર: રાષ્ટ્રીય એકતા દિવસ (સરદાર પટેલની જન્મતારીખ)
15 નવેમ્બર: આદિવાસી ગૌરવ દિવસ (બિરસા મુંડાનો જન્મદિવસ)
26 નવેમ્બર: બંધારણ દિવસ
26 ડિસેમ્બર: વીર બાલ દિવસ (4 સાહિબજાદાઓને શ્રદ્ધાંજલિ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *