૧૦૮ની ટીમની પ્રશંસનીય કામગીરી… એમ્બ્યુલન્સ ન પહોચતા પગપાળા ડુંગર ચડી સગર્ભાની સફળ ડીલીવરી કરાવી

રાજયમાં અકસ્માત અને આપત્તિના સમયે ઇજાગ્રસ્ત અને બીમાર વ્યક્તિઓને એક જ કોલ પર ૧૦૮ દ્વારા સેવા આપવામાં આવે છે. એ પછી કોઈ પણ જગ્યાએ હોય, ૧૦૮ નો સ્ટાફ તે દરેક જગ્યાએ પહોચી ઘાયલ લોકોની સારવાર કરે છે અને જો મામલો વધુ ગંભીર હોય તો, સારવાર અર્થે હોસ્પીટલમાં પણ ખસેડે છે.

ત્યારે અંબાજી ખાતેની ૧૦૮ની ટીમે પ્રશંસનીય કામગીરી કરી છે. બનાસકાંઠા જિલ્લામાં આવેલ અંબાજી ૧૦૮ની ટીમે ડુંગર પર અડધો કિલો મીટર સુધી ચાલીને એક મહિલાની પ્રસુતિ કરવી હતી અને માતા અને નવજાત શિશુની જિંદગી બચાવી દીધી હતી.

અંબાજીનો આજુબાજુનો વિસ્તાર ડુંગરોથી ઘેરાયલો છે. ડુંગર વિસ્તારમાં કેટલાક લોકો વસવાટ કરતા હોય છે. ત્યારે ડુંગર વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા થતાં ૧૦૮ ને કોલ કરવામાં આવ્યો હતો અને ૧૦૮ની વાન ડુંગર ઉપર જઈ શકે તેમ ન હતી જેથી ૧૦૮ની ટીમે પગપાળા ડુંગર ઉપર ચાલીને મહિલાની પ્રસુતિ કરાવી હતી.

અંબાજીની ૧૦૮ ને તારીખ ૩૦ સપ્ટેમ્બરના રોજ સવારે રાણપુર આંબા ગામથી એક મહિલાને ડિલિવરી માટે નો કોલ આવ્યો હતો. ત્યાર બાદ ૧૦૮ ઇએમટી અલકાબેન, ડ્રાઈવર સંજયભાઈ સાથે તરત ઘટના સ્થળ પર જવા રવાના થયા હતા. તે સ્થળ પર પહોંચતા ખરાબ રસ્તાને કારણે દર્દી સુધી વાન જઈ શકે તેમ નથી તો ૧૦૮ની ટીમે સાથે લેવાના જરૂરી સાધનો અને ડિલિવરી કીટ સાથે ડુંગર પર અડધો કિલોમીટર સુધી ચાલીને સગર્ભા મહિલા પાસે પહોંચી ૧૦૮ અમદાવાદની હેડ ઓફિસના તબીબની સૂચના પ્રમાણે સ્થળ પર મહિલાની સફળ પ્રસુતિ કરાવી હતી અને માતા તેમજ નવજાત શિશુને નવું જીવન આપી જિંદગી બચાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *