ફરીએકવાર વરસાદને લઈને હવામાન વિભાગે કરી મોટી આગાહી, આ દિવસોમાં થશે ભારે વરસાદ

ગુજરાત: તાજેતરમાં વરસાદને લઈ રાહતના સમાચાર જાણવા મળ્યા છે. જેમાં રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી…

ગુજરાત: તાજેતરમાં વરસાદને લઈ રાહતના સમાચાર જાણવા મળ્યા છે. જેમાં રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થાય તેવા અણસાર જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા આગામી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદી ઝાંપટા પડવાની શક્યતાઓ રહેલી છે. એટલું નહીં રાજ્યમાં 17 ઓગસ્ટ બાદ ધમાકેદાર વરસાદ પડી શકે છે તેવી આગાહી પણ કરવામાં આવી છે.

આ ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગાહી કરતા વધુમાં જણાવ્યું કે, રાજ્યમાં 12 થી 16 ઓગસ્ટ સુધી સામાન્ય વરસાદી ઝાપટાં પડશે સાથે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ રાજ્યમાં વરસાદને લાંબો વિરામ લીધો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી વરસાદી સસ્ટિમ સક્રિય થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 15 ઓગસ્ટ બાદ સારો વરસાદ પડી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવું પણ હવામાન વિભાગે જણાવ્યું છે. સાથે જ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગ દ્વારા શક્યતાઓ વ્યક્ત કરવામાં અવી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં હજુ પણ સારા વરસાતની ઘટ જોવા મળી રહી છે જેને લઈ વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ગુજરાતમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં રાજ્યમાં 51.63 ટકા વરસાદ પડી ચુક્યો છે. જયારે સિઝનનો કુલ વરસાદ 36.17 ટકા જેટલો જ નોંધાયો છે. રાજ્યમાં ફરી વરસાદ પાછો ખેંચાઈ જતા ખરીફ પાકને નુક્સાન જવાની ભિતિ સેવાઈ રહી છે. ગઈકાલે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવતા જણાવ્યું હતું કે, આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની શક્યતા નહીંવત દેખાઈ રહી છે.

આ ઉપરાંત હવામાન વિજાગે જણાવ્યું કે, દક્ષિણ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં છુટો છવાયો વરસાદ પડી શકે છે. પરતું, આજે ફરી હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઓગસ્ટના બીજા સપ્તામાં રાજ્યમાં સારો એવો વરસાદ પડે તેવી હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. ઉલ્લેખનિય છે કે, જુલાઈના અંતિમ સપ્તાહ બાદ વરસાદે લાંબો વિરામ લીધો છે વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત જોવા મળી રહ્યા છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરતા ખેડૂતોને થોડી રાહત મળી છે.

મહત્વનું છે કે, રાજ્યમાં સીઝનનો જોઈએ એટલો વરસાદ પડયો નથી સામાન્ય રીતે ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધીમાં 450 મીમી વરસાદ થઈ જવો જોઈએ. પરતું, હજુ માત્ર સિઝનનો 253 મીમી વરસાદ નોંધાતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. કેમ કે, હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી વરસાદની સંભાવનાઓ પર રોક લગાવી દેવામાં અવી છે. તેમજ આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તેવું હવામાન વિભાગ દ્વારા અણસાર આપવામાં આવ્યો છે. જોકે, હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને તેની આસપાસના પથંકમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *