વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ગાઇડની જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી છે. સ્ટેચ્યૂમાં આવતા પ્રવાસીઓને સરદાર વલ્લભ ભાઈ પટેલની આ વિશાળકાય પ્રતિમા સહિતની માહિતીઓથી વાકેફ કરાવી શકે તેવા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે મહિનામાં 8 દિવસ કામ કરવાની તક મળશે.
સ્ટેટ્યૂ ઑફ યુનિટી દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત મુજબ કોન્ટ્રાક્ટ બેઝ પર ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારોને અઠવાડિયામાં બે દિવસ ગાઇડ તરીકે કામ કરવાની તક મળશે. જે ઉમેદવાર પસંદ થશે તેને પ્રતિદિન 1,000 રૂપિયા ચુકવવામાં આવશે આમ મહિનામાં 8 દિવસની નોકરીનો 8,000 રૂપિયા પગાર મળશે.
કઈ લાયકાત જરૂરી?આ નોકરી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવું અનિવાર્ય છે. કોમ્યુનિકેશન વિષય સાથે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારનો નોકરી માટે તક આપવામાં આવશે. જે ઉમેદવાર 18થી 28 વર્ષનાં હશે અને ઇંગ્લિશ મીડિયમાં જ અભ્યાસ કર્યો હશે તેમને પ્રાધાન્ય આપવામા આવશે. નોકરીનો સમય કેવડીયા માં સવારે 7.00થી સાંજે 7.00 વાગ્યા સુધીનો રહેશે.
આ રીતે કરો આવેદન :-સ્ટેટ્યૂ ઑફ યુનિટીમાં ઉપરોક્ત જગ્યા માટે નોકરી મેળવવના માટે 10મી જૂલાઈના રોજ તમામ જરૂરી પ્રમાણ પત્રો સાથે વડોદરા શહેરના જેલ રોડ પર આવેલ નર્મદા ભવનના A બ્લોકમાં 6ઠ્ઠા માળે સરદાર સરોવર પુન: વસવાટ એજન્સીનો સંપર્ક સાધી શકાશે. આ નોકરી માટેની માહિતી 0265- 2421723 નંબરપરથી ફોન કરી મેળવી શકાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.