મેક્સિકોના યુકાટન દ્વીપકલ્પની પશ્ચિમમાં સમુદ્રની વચોવચ્ચ આગ લાગી હતી. આ ઘટના અંગેની માહિતી મળતાં તાત્કાલિક આગને કાબૂમાં લેવામાં આવી હતી. મેક્સિકોની સરકારી તેલ કંપની પેમેક્સે કહ્યું, સમુદ્રમાં લાગેલી આગને કાબૂમાં લેવામાં આવી છે. કંપનીએ આ આગને પાણીની અંદરની પાઇપલાઇનમાંથી ગેસ લિકેજ માટે જવાબદાર ગણાવી છે. સમુદ્રમાં લાગેલી આગનો આ વીડિયો ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થતા વીડિયોમાં જોઇ શકાય છે કે તેજસ્વી નારંગી રંગની જ્વાળાઓ વહેતા લાવાના સમુદ્રની સપાટીથી ઉપર ઉડી રહી છે. લોકોએ તેને ‘આગની આંખ’ નામ આપ્યું છે. લહેરો ગોળાકાર હોવાથી આ નામ આપવામાં આવ્યું છે. પેમેક્સ ઓઇલ પ્લેટફોર્મથી થોડે દૂર શુક્રવારના રોજ આગ લાગી હતી. પેમેક્સે કહ્યું કે આગને કાબૂ કરવામાં પાંચ કલાકથી વધુ સમય લાગ્યો હતો.
WATCH: Flames shooting from the Gulf of Mexico after gas leak causes pipeline to catch fire pic.twitter.com/4LNOAY8w7I
— BNO News (@BNONews) July 2, 2021
મળતી માહિતી અનુસાર, આ આગ સમુદ્રની અંદર રહેલી પાઇપલાઇનમાં શરૂ થઈ હતી. જે પેમેક્સના કુ માલૂબ જાપ ઓયલ ડેવલોપમેન્ટના પ્લેટફોર્મ સાથે જોડે છે. કુ માલૂબ જાપ મેક્સિકોના અખાતની દક્ષિણ કિનારે આવેલું છે. પેમેક્સ કહે છે કે આ ઘટનામાં કોઈને ઈજા થઈ નથી અને ગેસ લીક થવાના કારણે પ્રોજેક્ટ દ્વારા ઉત્પાદનને અસર થઈ નથી.
કંપનીએ જણાવ્યું હતું કે આગ શુક્રવારે સ્થાનિક સમય મુજબ સવારે 5.15 વાગ્યે શરૂ થઈ હતી અને સવારે 10.30 વાગ્યે કાબૂમાં આવી હતી. પેમેક્સે કહ્યું છે કે કંપની આગના કારણોની તપાસ કરવામાં આવશે. પેમેક્સ પાસે તેની સુવિધાઓ પર મોટા ઔધોગિક અકસ્માતોનો લાંબો રેકોર્ડ છે. આગને પગલે 12 ઇંચ વ્યાસની પાઇપલાઇનના વાલ્વ બંધ કરાયા હોવાનું જણાવ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.