જામનગર શહેરમાં રખડી રહેલા ઢોરનો આંતક દિવસેને દિવસે વધી રહ્યો છે. જામનગર શહેરના હાપા વિસ્તારમાં રહેણાંક વિસ્તારમાં રખડી રહેલા ઢોર ભૂરાયા થયા હતા અને સ્થાનિક રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી, જેમાં એક વ્યક્તિને અડફેટે લેતા ઈજાગ્રસ્ત થયો હતો અને સાથે રહેલા અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો.
જામનગર શહેરના હાપા વિસ્તારમાં આવેલ એક સોસાયટીમાં રાત્રીના સમયે કેટલાક લોકો પોતાના ઘર ની સામે ખુરશી નાખીને બેઠા હતા. ત્યારે અચાનક જ ત્રણ રખડી રહેલા પશુઓ ભૂરાયા થયા હતા. શેરીમાં રહેલા લોકો પોતાને કેવી રીતે બચાવવા તે અંગે વિચારે તે પહેલા જ એક ગાયે વ્યક્તિને અડફેટે લીધો હતો અને તે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હતો તથા અન્ય લોકો પણ માંડ માંડ બચ્યા હતા. આ સમગ્ર ઘટના સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ હતી.
મહાનગર પાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે અલગ વિભાગ રાખ્યો છે અને લાખો રૂપિયાનો ખર્ચો તેમની પાછળ કરવામાં આવતો હોવા છતાં પણ શહેરીજનોને આ સમસ્યામાંથી છુટકારો મળ્યો નથી. જાહેર રસ્તા પર પશુઓ ભૂરાયા બનવાને કારને ઘણીવાર અકસ્માતની ઘટના બનતી રહે છે.
શનિવારના રોજ સાંજે વલસાડ શહેરના કોસંબા થી આઝાદ ચોક તરફ એક બાઈક લઈને જતી મહિલાને સામેથી આવતા એક આખલાએ અડફેટે લીધા હતા અને તે મહિલા બાઈક પરથી નીચે પછડાઈ ગઈ હતી. ઘટનામાં ઈજાગ્રસ્ત મહિલા ને નજીકની ખાનગી હોસ્પીટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.