સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક દિલધડક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમે પણ હેરાન થઇ જશો.
સુતેલા સિંહને જગાડવા ન જોઈએ આ કહેવત તો બધાએ સાંભળી હશે. પરંતુ જો તમે કોઈ સુઈ રહેલા સિંહને જગાડવાની કોશીશ કરો તો તે ખુબ જ જોખમી સાબિત થઇ શકે છે. જયારે તાજેતરમાં જ આવો એક વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને આઈપીએસ રૂપીન શર્માએ તેના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી શેર કર્યો છે.
And …
Then we blame the animals ?????
We are looking for too many #photography opportunities.
Let them live in peace , pls.@SudhaRamenIFS @ParveenKaswan @susantananda3 pic.twitter.com/ODkAVhR9WM
— Rupin Sharma IPS (@rupin1992) July 2, 2021
હાલમાં આ વિડીઓ સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઇ રહ્યો છે. આ વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે એક ચિત્તો ખાડામાં પડેલો જોવા મળી રહ્યો છે. ચિત્તાની આજુબાજુ લોકોની ભીડ જોવા મળી રહી છે. દરેક વ્યક્તિ મોટે મોટેથી ચીસો પાડી રહ્યો છે. લોકો બધી બાજુ ઉભા રહીને ચિત્તાના ફોટો લઇ રહ્યા છે. પરંતુ એક માણસ તેમની નજીક જાય છે અને મોબાઈલ દ્વારા ફોટો લેતા જોવા મળે છે. ત્યારબાદ જે બન્યું તે જોઈને તમે પણ ચોંકી જશો. ચિત્તાએ તેનો કાબુ ગુમાવ્યો હત અને તેમની પાસે ઉભા રહીને ફોટો પાડી રહેલા વ્યક્તિને તેના મોઢા દ્વારા પકડીને નીચે ખેચ્યો હતો. 17 સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી ફેલાઈ રહ્યો છે.
આ સમગ્ર ઘટના બનતા આજુ બાજુમાં રહેલા લોકો ખુબ જ ગભરાઈ ગયા હતા. થોડા સમય બાદ ચિત્તાએ દીપડાને છોડી દીધો હતો. પરંતુ આ વિડીઓ પરથી એટલું તો ચોક્કસ શીખી શકાય કે આપણે કોઈ જંગલી પ્રાણી પાસે ઉભા રહીને ફોટોગ્રાફી ન કરવી જોઈએ. આ વીડિયોના કેપ્શનમાં આઈપીએસ રૂપીન શર્માએ લખ્યું છે કે, ‘આપને પછી પ્રાણીઓને દોષી ગણીએ છીએ, કૃપા કરીને પ્રાણીને શાંતિથી રહેવા દો.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.