ગુજરાત(Gujarat): વિધાનસભા ચૂંટણી-2022 પૂર્ણ થઈ ગઈ છે અને 8મી ડિસેમ્બરના રોજ પરિણામો પણ જાહેર થઈ ચૂક્યાં છે. આ પરિણામોમાં ત્રીજા પક્ષ તરીકે ઊભરી આવેલી AAPના 5 ઉમેદવારોની જીત થઈ છે. મહત્વનું છે કે, જેમાં સૌથી વધારે ચર્ચા યુવા ઉમેદવાર અને ગારિયાધાર(Gariyadhar) બેઠક પરથી 6 ટર્મથી જીતી રહેલા કેશુ નાકરાણી(Keshu Nakrani)ને 4,819 મતથી હરાવનારા સુધીર વાઘાણી(Sudhir Vaghani)ની ચાલી રહી છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર સુધીર વાઘાણીની ઓડિયો કલીપ વાયરલ(Audio clip viral) થઇ રહી છે, જેની પુષ્ટિ ત્રિશુલ ન્યુઝ કરતું નથી.
જાણો શું વાતચીત થઇ રહી છે વાયરલ ઓડિયો કલીપમાં:
સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલી ઓડિયો કલીપમાં કોઈ વ્યક્તિ સુધીર વાઘાણીને ફોન કરે છે અને કહે છે કે, કોણ બોલો, સુધીરભાઈ બોલે? હા સુધીરભાઈ બોલું, મીડિયામાં આવે છે કે, ભાજપમાં જોડાવવાની વાત સાચી છે? ત્યારે સુધીર વાઘાણી કહે છે કે, મીડિયા વાળા કહે છે? મતદાર કહે છે કે, તમારું આવે છે ખરું, સુધીર વાઘાણી કહે છે કે, એ બધું ખોટું છે. ખોટું કેમ બોલતા હશે? મતદાર કહે છે, ભૂપત ભાયાણીને તમારા બધાના નામ આવે છે.
સુધીર વાઘાણી કહે છે, ભૂપત ભાયાણીની આપણને ન ખબર હોય પણ આપણે નથી જોડાવવાના. મતદાર કહે છે, અમે ભાણવડીયાથી બોલીએ છીએ. આપણે ઉપાધી કરતા જ નહી, આપણે બે ધારાસભ્ય ભાજપના ખરીદી શકીએ છીએ. બિલકુલ ટેન્શન નહી, મેં મારી જિંદગીમાં એક માણસ સાથે વિશ્વાસઘાત નથી કર્યો, તમે તો 60 હજાર લોકોએ મત આપ્યા છે, આ નો થાય.
જાણો સુધીર વાઘાણીના પરિવાર વિશે:
પરિવાર, વ્યવસાય અને અભ્યાસ અંગે સુધીર વાઘાણીએ જણાવતા કહ્યું છે કે, ગારિયાધારની એમ.ડી. પટેલ સરકારી સ્કૂલમાં તેમણે ધોરણ 9 સુધી અભ્યાસ કર્યો છે. હાલમાં તેઓ ખેતીવાડીના વ્યવસાય સાથે જોડાયેલા છે. બાપ-દાદા મોટા ખેડૂત હતા. નાનો પરિવાર હોવાને કારણે કોઈ વસ્તુની ખોટ નહોતી. મારા પરિવારમાં હું મારી પત્ની, માતા-પિતા અને નાનો ભાઈ છે.
મહત્વનું છે કે, વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો હતો. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.