હાલમાં કોરોના મહામારી વચ્ચે મોંઘવારીમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. જેની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે ત્યારે એક સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે, પાકિસ્તાન અસહ્ય મોંઘવારીના ખપ્પરમાં ફસાયું છે. આર્થિક મોરચે ભારે મુશ્કેલીની વચ્ચે પાકિસ્તાનમાં મોંઘવારીએ માઝા મૂકી છે.
જેને લીધે સામાન્ય પ્રજાને 2 ટંકનું ભોજન કરવાં માટે પણ ખુબ સંઘર્ષ કરવો પડી રહ્યો છે. હાલમાં જ પાકિસ્તાને ભારત પાસેથી ખાંડ-કપાસની ખરીદી કરવાનો ઈન્કાર કર્યા પછી ખાંડની કિંમત પ્રતિ કિલો રૂપિયા 100ને પાર થઈ ગઈ છે. આની ઉપરાંત રસોઈગેસની પણ ખુબ અછત સર્જાઈ છે.
પાકિસ્તાનમાં ફુગાવાનો દર પણ 9%ની સપાટી વટાવી ગયો છે. દૂધ, ઈંડાં, શાકભાજી અને ફળોની કિંમત પણ ખૂબ જ વધુ છે. પાકિસ્તાનમાં 25%થી વધુ લોકો ગરીબી રેખાથી નીચે જીવન પસાર કરી રહ્યા છે ત્યારે મોંઘવારીનો દર તેમના માટે ખુબ અસહ્ય છે.
ખાંડની કિંમતમાં અસાધારણ વધારો:
ભારત પાસેથી ખાંડની આયાત ન કરવાનો નિર્ણય કરવામાં આવ્યા પછી કિંમત કિલોદીઠ રૂપિયા 100ને પાર થઈ ગઈ છે. ગયા વર્ષે ખાંડની કિંમત 80 રૂપિયા હતી. સ્થાનિક બજારોના નિષ્ણાતોના જણાવ્યા મુજબ ભારતમાંથી ખાંડની આયાત ન કરવાના નિર્ણયની ઘરઆંગણે કિંમત પર ભારે પ્રતિકૂળ અસર થઈ છે. આની ઉપરાંત ખાંડમાં થતી છટ્ટાકીય પ્રવૃત્તિની પણ કિંમત પર અસર જોવા મળી રહી છે.
કરાચી-લાહોરમાં ચિકન મીટની કિંમત પ્રતિ કિલો 365થી 500 રૂપિયા:
પાકિસ્તાનમાં આવેલ કરાચી તથા લાહોરમાં ચીકન મીટની કિંમત 365થી લઈને 500 રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આની ઉપરાંત લિટરદીઠ દૂધ રૂપિયા 130, એક કીલો બટાકાની કિંમત 60 રૂપિયા, ટામેટાની કિંમત 100 રૂપિયા થઈ ગઈ છે.
રસોઈગેસની અછતનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન:
પાકિસ્તાન જાન્યુઆરીથી રસોઈગેસની અછતનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ગેસનો પુરવઠો પુરો પાડી રહેલી કંપની સુઈ નોર્દન દૈનિક 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફૂટ ગેસની અછતનો સામનો કરી રહી છે. આવાં સંજોગોમાં કંપની પાસે પાવર સેક્ટરને ગેસનો પુરવઠો અટકાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહ્યો નથી.
છેલ્લા 1 વર્ષમાં વીજળીનાં દરમાં 31.5%નો ઉછાળો આવ્યો:
પાકિસ્તાન બ્યુરો ઓફ સ્ટેટીસ્ટીક્સ (PBS) દ્વારા બહાર પડાયેલ આંકડાકીય માહિતી મુજબ છેલ્લા ફક્ત 1 વર્ષમાં વીજળીનાં દરમાં 31.5%નો વધારો નોંધાયો છે. ઘઉના લોટમાં 20%, કઠોળની કિંમતમાં 20% અને વનસ્પતિ ઘીની કિંમતમાં પણ 17%નો વધારો નોંધાયો છે.
ઈમરાને નાણાંમંત્રી બદલ્યા પણ મોંઘવારી ઓછી ન થઈ:
મોંઘવારી અંગે ચારેય તરફ ઘેરાયેલ પાકિસ્તાનમાં ઈમરાન સરકાર દ્વારા હાલમાં ડો.અબ્દુલ હાફીઝ શેખને પદ પરથી હટાવીને ઉદ્યોગ તથા ઉત્પાદન મંત્રી હમ્માદ અઝહરને નવા નાણાં મંત્રી બનાવવામાં આવ્યા છે, તેમ છતાં મોંઘવારી પર કોઈ કાબુ આવી શક્યું નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.