Visavdar Suicide case: અવારનવાર આપઘાતનાં કેસ સામે આવતા હોય છે. ત્યારે આવી જ એક ચોકાવનારી ઘટના સામે આવી છે. મામલદાર ઓફીસ ખાતે ફરજ પરના જીઆરડી જવાને ઓફિસ બહાર ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગયો છે. જીવાપરા વિસ્તારમાં રહેતા અને ઘરેજ પંચરની દુકાન ચલાવતા યુસુફભાઈ સિપાઈને સનતાનમાં ત્રણ દીકરીઓ અને એક પુત્ર છે જેમાં સૌથી નાનો પુત્ર પરિવારની હાલત આર્થીક નબળી હોવાને કારણે તે વિસાવદર જીઆરડીમાં નોકરી કરતો અને તેમની દુકાનમાં પંચર કરવામાં તેના પિતાને મદદ કરતો હતો.
વિસાવદરમાં આવેલી મામલતદાર કચેરીમાં આસિફ નામના GRD જવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આસિફ યુસુફભાઈ સિપાઈ. ઉ.વર્ષ 25 ને તેના નિયત સમય મુજબ વિસાવદર મામલતદાર ઓફીસ ખાતે રાત્રી ના નોકરી ફાળવવામાં આવી હતી ત્યાં તેણે ઝેરી દવા પી આપઘાત કર્યાનું જાણવા મળ્યું હતું.
વિસાવદર 108 ને ફોન આવતા પાયલોટ ચન્દ્રકાન્ત ઠાકર તેમજ ઇ એમ ટી. મનીષભાઈ ડોબરીયા, સ્થળ પર પહોંચ્યા હતા જ્યાં જોતા મામલતદાર ઓફીસની બહાર ના ભાગે આસિફ પડેલ હોય જેની તપાસ કરતા તે મૃત અવસ્થામાં હતા. ત્યારબાદ તેને વિસાવદર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પર ના ડોકટર દ્વારા તેને મૃત જાહેર કર્યા. આસિફ બંદોબસ્તમાં હતા ત્યારે રાત્રિ દરમિયાન જ તેણે ઝેરી દવા પી લીધી હતી.
આસિફ જીવાપરામાં રહેતા પરિવારમાં ત્રણ બહેનો વચ્ચે એકનો એક દીકરો હતો. આસિફ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં અવાર નવાર યોજાતી પરીક્ષા અને આર્થિક સ્થિતિ વિશે પણ ઉલ્લેખ કરેલો હતો. ત્યારે યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
નીચે આપેલી લીંક ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.