ઓનલાઈન શિક્ષણ માટે ટેબલેટ ન મળતા 15 વર્ષના બાળકે કર્યો આપઘાત- જાણો કયાની આ ઘટના

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. તમામ લોકોનાં ધંધા પણ ભાંગી પડયા છે. આ મહામારીની અસર તો વિદ્યાર્થીઓ પર પણ પડી છે.હાલમાં ઓનલાઇન શિક્ષણનો વ્યાપ ઘણો વધી ગયો છે. ત્યારે ઓનલાઇન શિક્ષણ બાબતે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે.

ભુજમાં આવેલ પ્રમુખસ્વામી નગરમાં ભાટીયાવાડી પાસે રહેતાં શ્રીમંત પરિવારમાં ભાઇ-બહેનની વચ્ચે ઓનલાઇન શિક્ષણને માટે ટેબલેટ બાબતે ઝઘડો થઈ જતાં જ નાના ભાઇએ ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતાં હોબાળો મચી ગયો છે.

મળી રહેલ જાણકારી પ્રમાણે પ્રમુખસ્વામી નગરમાં રહેતાં તથા મુળ તો ચીરઇ ગામનાં મહેન્દ્રસિંહ જાડેજાનાં એકનાં એક માત્ર 15 જ વર્ષનાં પુત્ર મનનસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ ગુરૂવારનાં રોજ બપોરનાં સમયે 3 વાગ્યાની આજુબાજુ પોતાનાં ઘરની ઉપરની રૂમમાં પંખા પર દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી.

ભુજની શાંતિનિકેતન સ્કુલમાં 10 માં ધોરણમાં અભ્યાસ કરતાં હતભાગી મનનસિંહની મોટી બહેન જે 11 માં ધોરણમાં અભ્યાસ કરી રહી હતી. તે કુલ 2 કલાકથી ટેબલેટ પર ઓનલાઇન શિક્ષણ કરી રહી હતી.નાના ભાઇ મનનસિંહ બહેનને હવે ટેબલેટ મને અભ્યાસ માટે આપ એવું કહેતાં જ બહેને ટેબલેટ આપવાંની ના પાડતાં ભાઇ-બહેનની વચ્ચે ઝઘડો થયો હતો.

જેનું મન પર લાગી આવતાં જ મનનસિંહએ પોતાનાં ઘરની ઉપરનાં માળ પર આવેલ રૂમમાં જઇને પંખા પર ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં જ પરિવાર તથા આજુબાજુમાં રહેતાં તમામ લોકોએ બાળકને તાત્કાલિક ભુજની ખાનગી હોસ્પિટલમાં લઇ જતાં હાજર પર તબીબે મૃત જાહેર કરી દીધો હતો.

ઘટનાને પગલે પરિવારજનોમાં અરેરાટીની સાથે જ ઘણો આક્રંદ પણ છવાઇ ગયો હતો. જો, કે ઘટના સંદર્ભે લખાય છે, કે ત્યાં સુધી કોઇ નોંધ થઇ ન હતી.મળેલ જાણકારી મુજબ કચ્છ જીલ્લામાં ઓનલાઇન શિક્ષણની જ્યારથી શરૂઆત થઈ છે.

ત્યારબાદ વિદ્યાર્થીનાં મોતની આ ચોથી ઘટના બની હોવાનું તથા આ બાબતે જિલ્લા શિક્ષણ અધિકારી સમક્ષ આક્રોસ ઠાલવવામાં આવ્યો હોવાનું તેમજ ઓનલાઇન શિક્ષણ બંધ કરવાં માટેનો અનુરોધ કર્યો હોવાનું બહાર આવી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *