સુરત(Surat): કડોદરા (Kadodara)માં રહેતા એક પરપ્રાંતીય પરિવારનો ધોરણ 12 માં અભ્યાસ કરી રહેલ 19 વર્ષનો દીકરો છેલ્લા કેટલાક સમયથી માનસિક તણાવમાં હતો. ગઈ રાતે સોશિયલ મીડિયામાં પોતાનો આજે છેલ્લો દિવસ છે. તેવું લખાણ લખતા તેઓના મિત્ર તેને શોધવા માટે નીકળી પડ્યા હતા. આ દરમિયાન તાંતીથૈયાની ફાટક નજીકથી વિદ્યાર્થી મળી આવતા હેમખેમ ઘરે લાવી પિતાને સોંપવામાં આવ્યો હતો. પિતા દીકરાને રૂમમાં સુવડાવી નોકરીએ ગયા આ સમય દરમિયાન યુવાને ફાંસો (Suicide in Surat) ખાઈ જીવન ટૂંકાવી લીધું હતુ.
મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના ગયા જિલ્લાના બજીરગંજના રહેવાસી અને હાલ પલસાણાના કડોદરા નગરમાં આવેલ અરિહંત પાર્ક સોસાયટીના સ્નેહલ વિલા એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 307માં રહેતા રામપ્રવેશ કામેશ્વરપ્રસાદ ભૂમિહર રહે છે. જેઓ પલસાણાની મિલમાં સુપર વાઇઝર તરીકે ફરજ બજાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
મહત્વનું છે કે, પરિવારમાં એક 19 વર્ષનો દીકરો આયુષકુમાર ધોરણ 12માં કડોદરામાં એક ખાનગી શાળામાં અભ્યાસ કરી રહ્યો હતો. જેને હમણાં જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. છેલ્લા કેટલાક સમયથી આયુશકુમાર પ્રેમ પ્રકરણને લઈ ડિપ્રેશનમાં રહેતો હતો. સોમવારના રોજ રાતે તેમણે પોતાની ઇન્સ્ટાગ્રામ આઈ ડી પર “ગુડ બાય માય ઓલ ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર એવરિવન લવ એન્ડ કેર ટુડે ઇસ માય લાસ્ટ ડે યુ આર નેવર સી મી અગેઇન” લખતા તેના મિત્રો તેને શોધવા માટે નીકળી ગયા હતા.
આ દરમિયાન આયુષકુમાર તાંતી થૈયા નજીકથી મળી આવતા મિત્રો તેમે તેના ઘરે પિતાને સોંપવામાં આવ્યો હતો. પિતાએ રાત્રીના 2 વાગ્યે તેને પોતાના રૂમમાં સુવાડીને નોકરીએ ગયા હતા, આ સમય દરમિયાન ઘરમાં માતા અને બહેન એકલા હતા સવારે 8 વાગ્યાના અરસામાં આયુષ્યએ બારણું નહિ ખોલતા કે ફોન નહિ ઉઠાવતા પિતાને જાણ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પિતાએ રૂમનો દરવાજો તોડી જોતા આયુશકુમારનો મૃતદેહ ચાદર વડે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ કડોદરા પોલીસને થતા પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.