બિલ્ડરે રૂપિયા નહીં ચૂકવતા જમીન માલિકનો આપઘાત, સુસાઇડ નોટમાં જે લખ્યું હતું…

સુરત શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં 42 વર્ષીય યુવકે ઘરે પંખા સાથે કપડું બાંધીને ગળે ફાંસો ખાધો હતો. ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કરતા પોલીસને બે પાનાની સુસાઈડ નોટ મળી હતી. જેમાં બિલ્ડરે રૂપિયા ન આપ્યા અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી આપઘાત કર્યો હોવાનું કહ્યું છે.

સમગ્ર ઘટના શું હતી?
શહેરના જહાંગીરાબાદ વિસ્તારમાં આવેલી સુંદરવન સોસાયટીમાં 42 વર્ષીય કિરીટ ધીરજ પટેલ પોતાના પરિવાર સાથે રહેતો હતો. ગઈકાલે કિરીટે પોતાના ઘરે પંખા સાથે કપડું બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. પત્નીએ ઘરે આવીને જોયું તો કિરીટ કપડા સાથે લટકી રહ્યો હતો. તેણે પાડોશીઓને જાણ કરતા તેઓ સ્થળ પર આવી ગયા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરી હતી. પોલીસને જાણકારી મળતા કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે પંચનામુ કરીને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો. પોલીસને પરિવારજનોએ જણાવ્યું હતું કે, કિરીટે બે પાનાની સુસાઈડ નોટ લખી છે.

લોકડાઉનમાં કામ ના મળતા ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે જોડાયા હતા
કિરીટભાઈ સ્કૂલવાન પહેલા ચલાવતા હતા પરંતુ લોકડાઉનમાં ધન્વતંરી રથમાં ડ્રાઇવર તરીકે કામ કરતા હતા પણ નાણાકીય આયોજનમાં કાચા પડી ગયા હતા. કિરીટ પટેલે મગનભાઈ દેસાઈ(દેસાઈ એન્ડ લાખાણી ડેવલોપર્સના સંચાલક) નામના વ્યક્તિ સાથેના વેડ રોડની જમીન મામલે પૈસા લેવાના બાકી નીકળતા હતા. જે ફસાઈ જતાં પોતે વ્યાજે લીધેલા પૈસા ન ચૂકવી શકવાની સ્થિતિમાં આત્મહત્યા કરી લીધી હતી. સ્કૂલવાન ડ્રાઇવરને જેમને આપવાના બાકી હતા એમનું દબાણ આવતાં કિરીટે આત્મહત્યા કરી લીધી હતી.

આ લખ્યું હતું સુસાઈડ નોટમાં
આપઘાત કરનાર કિરીટે સુસાઈડ નોટમાં લખ્યું છે કે, પોલીસ માનનીય સાહેબ, હું કિરીટ ધીરજભાઈ પટેલ. મારું દેવું વધી ગયું છે. જેથી હું આપઘાત કરું છું. મારી પાસે વ્યાજવાળા દબાણ કરે છે. આવી મંદીમાં હું ક્યાંથી પૈસૈ લાવવા મારે. મગન દેસાઈ પાસે પૈસા લેવાના છે. તેનો કેસ ચાલે છે. ગુરૂકુળ ચોકીમાં પણ મેં બધી સાચી હકીકત લખાવી છે. વ્યાજવાળા મારું ઘર પણ લઈ લેવા માંગે છે. મારા ફોનમાં કોલ રેકોર્ડિંગ છે તે તેમ સાંભળજો. વ્યાજવાળાના નામ પણ આવી જશે. મારા ઘરવાળાને કોઈ હેરાન ન કરે તે જજો. બહું લખવાનું છે પણ મારી પાસે ટાઈમ નથી. તમે ઈન્કવાયરી કરી લેજો, મને તમારી પર પૂરો ભરોસો છે. જ્યારે અન્ય એક પાના પર લખ્યું છે કે, મગનભાઈ દેસાઈ મારે લેવાના પૈસા આપી દેતે તો મારું દેવુ ન થતે. મગનભાઈએ મારી સાથે બેવાર ગદ્દારી કરી અટલે હું દેવામાં ડૂબી ગયો. મારા પરિવારને કોઈ હેરાન ન કરતે જોજો. મહેરબાની તમારી. લી. કિરીટ ડી. પટેલ

અંતિમયાત્રામાં પરિવાર ખુબ રડ્યો
ગઈ કાલે યુવકે આપઘાત કર્યા બાદ આજે મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ મૃતદેહ ઘરે આવ્યો હતો. ત્યારબાદ અંતિમયાત્રા નીકળી હતી. ત્યારે તેના પત્ની અને બે સંતાનોના હૈયાફાટ રૂદનથી માહોલ ગમગીન થઈ ગયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews   ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *