ભારત છોડો આંદોલન સમયના લડવૈયા એવા સ્વતંત્રતા સેનાની સુમંતરાય છોટુભાઈ દેસાઈનું 97 વર્ષની ઉંમરે પ્રજાસત્તાક દિવસના એક દિવસ પહેલા એટલે કે ૨૫ જાન્યુઆરીએ સુરતમાં સ્વર્ગવાસી થયા છે.ગાંધી વિચારધારા હેઠળ કામ કરતી સંસ્થાને 2 કરોડની આસપાસની મિલકતોના રૂપિયા આર્થિક સહયોગ કરવાનો તેમની વીલમાં ઉલ્લેખ કરેલો છે.
ભારત છોડો આંદોલનમાંજેલમાં સખ્ત કેદની સજા થઈ હતી
મુંબઈ ગોવાલીયા ટેન્ક ખાતેથી ગાંધીબાપુએ દેશના નાગરિકોને 1942માં ભારત છોડો આંદોલનને લઈને આહવાન કર્યુ હતું. સુરતના સુમંતરાય દેસાઈ અને ગુણવંત દેસાઈ બન્ને જણાએ અભ્યાસ છોડીને ભારત છોડો આંદોલનની લડત માટે ગાંધીજી સાથે જોડાયા હતા. સુમંતરાય દેસાઈ અને ગુણવંત દેસાઈ પત્રિકા છપાવી લઈને આવતા અંગ્રેજોના હાથે પકડાયા હતા. બન્ને મિત્રોને એક મહિના સુરત સબજેલ બાદમાં 14 મહિના અમદાવાદ સાબરમતી જેલમાં સખ્ત કેદની સજા થઈ હતી. આઝાદી બાદ તેમણે રિઝર્વ બેંક, એસટીમાં મુખ્ય આંકડાશાસ્ત્રી તરીકે સેવા આપી હતી. નિવૃત્તિ પછી ભટાર સ્થાયી થઇ મંગલમ ટ્રસ્ટ શરૂ કર્યું હતું. 90 વર્ષની ઉંમરે પણ સ્વિમિંગ કરતા તેમજ રોજ સવારે 4 વાગ્યે ઉઠીને ધ્યાનમાં બેસી પ્રાણાયામ અને કસરત પણ કરતા હતાં.
સુરત કોર્ટની પરવાનગી છતાં 94 વર્ષે નિવેદન માટે જાતે ગયા
સુમંતરાય દેસાઈની જ્યારે 94 વર્ષની ઉંમર હતી. તે વખતે મિત્ર બીપીન દેસાઈએ વીલ કરેલું, જેને લઈને 2017ની સાલમાં પ્રોબેટ અરજીને લઈને સ્વાતંત્ર્ય સેનાની સુમંતરાય દેસાઈ જાતે સુરતની કોર્ટમાં આવેલા, જજ સાહેબે ઘરે રજીસ્ટ્રારને મોકલવાની વાત કરી હતી છતાં તેમણે પરિવારને કહી દીધું કે કોર્ટનો ખોટો સમય શા માટે બગાડવો, હું જાતે ત્યાં ચાલી જાઉં છું એવુ કહી દીધું હતું. કોર્ટમાં જજ સાહેબે પણ તેમને બેસીને નિવેદન લખાવવા કહ્યું હતું તેમ છતાં દેશ પ્રેમી એવા સુમંતરાયે તેઓ ઊભા જવાબ આપ્યો હતો.તેઓ કોર્ટમાં બે કલાક સુધી હાજર રહ્યાં હતા. સરકારે તેમને આજીવન પેન્શન તેમજ રેલવેના પાસની સુવિધા પણ આપી હતી.
ગાંધી વિચારધારા હેઠળ કામ કરતી સંસ્થાને કરતા ગયા આર્થિક સહાય
સુમંતરાય દેસાઈ મિલકતો બાબતે એક વીલ કર્યુ છે. જેમાં 2 કરોડની આસપાસની મિલકતો છે. ગાંધી વિચારધારા હેઠળ કામ કરતી સંસ્થાને આ રૂપિયા આર્થિક સહયોગ કરવાનો વીલમાં ઉલ્લેખ કરેલો છે.
-પરિમલ દેસાઈ, સ્વાતંત્ર્ય સેનાની ગુણવંતભાઈ દેસાઈનો પુત્ર
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.