ભાજપની જીત માટે તારક મહેતાના ‘સુંદરમામા’એ માની હતી આ માનતા- વિડીયો જોઈ કહેશો ‘શું વાત છે’

ગુજરાત(Gujarat): રાજ્યની વિધાનસભા(Gujarat election 2022)ની ચૂંટણીનું પરિણામ આવી ગયું છે. જેમાં ભાજપે રેકોર્ડબ્રેક 156 બેઠકો મેળવી છે. ત્યારે ભાજપ(BJP) ચૂંટણીમાં સારું પ્રદર્શન કરે અને જીતે તેના માટે તેમના કાર્યકરો અનેક બાધા અને માનતાઓ માનતા હોય છે. જેમાં એક સુંદર પણ છ’. મહત્વનું છે કે, ભાજપની પ્રચંડ જીતની સુંદરમામા(Sundar mama)એ પણ માનતા રાખી હતી. જેથી તેઓ 75 કિલોમીટર પગપાળા વિઠલાપુર(Vithalapur)માં ચાંચરી માતાનાં દર્શન કરવા માટે નીકળી પડ્યા છે.

અમે તમને જણાવી દઈએ કે, તારક મહેતા ફેમ મયુર વાકાણી ઉર્ફે સુંદર મામા ગઈકાલે ગુજરાતમાં ભાજપની ભવ્ય જીત થતાં ભાજપ રેકોર્ડ બ્રેક આંકડાને સર કરતા આજે અમદાવાદથી વિઠલાપુર ચાંચરી માતાના દર્શને 75 કિલોમીટરની પગપાળા માનતા પુરી કરવા માટે નીકળી ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરતી આવી રહી છે. આ શોના બધા પાત્રોએ પોતાના ચાહકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી દીધી છે. કોરોના વાઈરસથી થયેલા લોકડાઉન બાદ 4 મહિના પછી આ સીરિયલની શૂટિંગ શરૂ થઈ ગઈ છે અને TRPના રેસમાં પણ સૌથી આગળ રહી છે.

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

12 ડિસેમ્બરના રોજ નવી સરકારની થશે શપથવિધિ
ભાજપની પ્રચંડ જીતની કમલમમાં ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. જીત પછી સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે એકબીજાને મીઠાઈ ખવડાવીને એક બીજાના મોઢા મીઠા કરાવ્યા હતા. જે બાદમાં 12 ડિસેમ્બરના રોજ નવી સરકારની શપથવિધિ સમારોહની જાહેરાત કરવામાં આવી હતી. જોકે અહી શપથવિધિ કયા યોજાશે તેને લઈને પણ અનેક ચર્ચાઓ ચાલી રહી છે.

અમે તમને જણાવી દઈએ કે, નવી સરકારની શપથવિધિ સંભવિત રીતે અમદાવાદ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કે ગાંધીનગરમાં હેલિપેડ ગ્રાઉન્ડ પર શપથવિધિ સમારોહ યોજાઇ શકે છે. PM નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ શપથવિધિ સમારોહમાં ઉપસ્થિત રહેશે અને શપથવિધિ સમારોહ યોજાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *