હાલમાં એક સમાચાર સામે આવી રહ્યા છે. સુપરસ્ટાર રજનીકાંતે સોમવારનાં રોજ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડવા તેમજ પાર્ટી બનાવવાના સંકેત આપ્યા છે. એમણે પોતાની ઑફિસના લોકોની સાથે મીટીંગ કરીને તેમને પૂછ્યુ કે, શું આપણે જાન્યુઆરી વર્ષ 2021માં રાજનૈતિક પાર્ટી બનાવી શકીએ છીએ? શું તમે તૈયાર છો? રજનીકાંતનું આ રિએક્શન ત્યારે આવ્યું કે, જ્યારે તેમના લોકોએ વર્ષ 2021માં ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો.
રજનીકાંતની બેઠક :
રજનીકાંતે સોમવારનાં રોજ પોતાના ફોરમના ઑફિસર્સની સાથે પોતે રાજનૈતિક પાર્ટી બને તો કેવું રહેશે તે વાત પર વાતચીત કરવા માટે બેઠક કરી હતી. તેમની આ મીટીંગ ચેન્નઇમાં આવેલ રાઘવેન્દ્ર મંડપમમાં રજની મક્કલ મંડરમના જિલ્લા સચિવોની સાથે થઇ હતી. રજની મક્કલ મંડરમના પ્રતિનીધિઓની સાથે રજનીકાંતે જ્યારે વર્ષ 2021માં રાજ્યની ચૂંટણી લડવાનો આગ્રહ કર્યો હતો ત્યારે સુપરસ્ટારે તે લોકોને ધીરજ રાખવા માટે જણાવ્યું હતું તેમજ આ મુદ્દે કોઇ નિર્ણય લઇ લેવો જોઇએ.
બેઠકમાં શું વાત થઇ ?
મીટીંગમાં તે વાત પર વિચાર વિમર્શ કરવામાં આવ્યો હતો કે, પોતાની પાર્ટી બનાવીને રાજનીતિમાં પ્રવેશ કરે તો, મળેલ જાણકારી મુજબ રજનીકાંતે જણાવ્યું હતું કે, જિલ્લા પ્રમુખ સંતોષકારક કામ કરી રહ્યાં નથી. જો તમે પરિશ્રમ કરશો તો જ આપણે આગળના સ્તર પર જઇ શકીશું. પાર્ટીની શરૂઆત કરવાનો નિર્ણય હું લઇશ.
પ્રતિનીધિઓનું હકારાત્મક વલણ :
કેટલાક ઑફીસર્સનું જણાવવું છે કે, રજનીકાંતની પાસે વિજય પ્રાપ્ત કરવાની આ સુવર્ણ તક છે. તેઓ જલ્દી જ પોતાનું પોલિટીકલ કરિયરની શરૂઆત કરી શકે છે. આ મીટીંગ રજનીકાંતના એક નિવેદન પછી થઇ હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, સાચો સમય આવવા પર હું રજની મક્કલ મંડરમના ઑફિસર્સ સાથે વિચાર કર્યા પછી પોલીટીકલ પાર્ટી વિશે જાણ કરીશ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle