રાજનીતિમાં પગ મૂકતાંની સાથે જ સુપરસ્ટાર રજનીકાંતે કર્યું મોટું એલાન -હવે નહિ કરે… 

ફિલ્મી જગતમાં રજનીકાંતનું ખુબ મોટું યોગદાન રહેલું છે. થોડા સમય પહેલાં જ સાઉથ સુપરસ્ટાર રજનીકાંતે 31 ડિસેમ્બરનાં રોજ પોતાની રાજકીય પાર્ટીની જાહેરાત કરશે એવું જણાવતાં કહ્યું હતું. જો કે, હાલમાં રજનીકાંત દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે, તે હવે રાજકારણમાં ઝંપલાવશે નહીં.

તેમણે રાજનીતિમાં ન આવવા માટેનું કારણ પોતાની તબિયતને આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, તબિયત ખરાબ થવી એ ભગવાનની ચેતવણી હતી તેથી તેઓ હવે કોઈ રાજકીય પાર્ટીની શરૂઆત કરશે નહિ. અહીં નોંધનીય છે કે, હાલમાં રજનીકાંતના બ્લડપ્રેશરમાં વધઘટ થવાને લીધે તેમને હૈદરાબાદમાં આવેલ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

રજનીકાંતે 29 ડિસેમ્બરે અચાનક સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી કે, તેઓ કોઈ રાજકીય પાર્ટીની શરૂઆત કરશે નહિ. તબિયત ખરાબ થઈ જવી એ ભગવાનની ચેતવણી હતી. રજનીકાંતે જણાવ્યું હતું કે, હાલમાં તેમની તબિયત લથડવી તે ભગવાને ચેતવણી આપી હતી. આથી જ તેઓ હવે રાજનીતિમાં આવશે નહીં તેમજ તમિલનાડુ વિધાનસભા ચૂંટણી લડશે નહીં.

વર્ષ 2021માં વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત :
અહીં નોંધનીય છે કે, થોડાં દિવસો પહેલાં જ રજનીકાંતે સત્તાવાર રીતે રાજનીતિમાં ઝુકાવવાનું તેમજ પોતાની રાજકીય પાર્ટી બનાવવાની જાહેરાત કરી હતી. અભિનેતાએ વર્ષ 2021માં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં લડવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.

25 ડિસેમ્બરે દાખલ કરવામાં આવ્યા :
સુપરસ્ટાર રજનીકાંતને 25 ડિસેમ્બરની સવારમાં હૈદરાબાદમાં આવેલ અપોલો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 70 વર્ષનાં રજનીકાંતનું બ્લડપ્રેશરમાં વધ-ઘટ થતું હતું. આની સાથે જ તેમને થાક લાગતો હતો. તેેમને કુલ 2 દિવસ પછી હોસ્પિટલમાંથી રજા મળી હતી. ડૉક્ટર્સ દ્વારા એક સપ્તાહ માટે સંપૂર્ણપણે આરામ કરવાનું અને ફિઝિકલ એક્ટિવિટી કરવાની ના પાડવામાં આવી હતી.

કોરોના રિપોર્ટ નેગેટિવ :
કોરોના મહામારી વચ્ચે થોડા સમય અગાઉ જ રજનીકાંતની ફિલ્મ ‘અન્નાથે’ના સેટ પર કુલ 7 ક્રૂ-મેમ્બર્સ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં. ત્યારપછી શૂટિંગનું કામકાજ અટકાવી દેવામાં આવ્યું હતું. હૈદરાબાદમાં આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.

14 ડિસેમ્બરથી શૂટિંગની શરૂઆત :
રજનીકાંતે 14 ડિસેમ્બરથી ફિલ્મનાં શૂટિંગની શરૂઆત કરી હતી. તેમની દીકરી ઐશ્વર્યાએ સેટ પરની તસવીર શૅર કરી હતી. રજનીકાંત બાયો બબલમાં રહીને શૂટિંગ કરી રહ્યાં હતા. શૂટિંગ ઈનડોર જ હતું. કુલ 45 દિવસનું શૂટિંગ હતું પણ હવે ફરીવાર ક્યારે શરૂઆત થશે એ નક્કી કરવામાં આવ્યું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે… લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *