હવે રામ મંદિર બનતા કોઈ અટકાવી નહિ શકે, સુપ્રીમ કોર્ટે અયોધ્યા કેસના ચુકાદા સામેની 19 અરજીઓ ફગાવી

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા કેસનાં ચુકાદા સામે કરવામાં આવેલી તમામ 18 પુન:વિચારણા કે સમીક્ષા અરજીઓને ફગાવી દીધી છે. આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આ મામલો આજે બપોરે 1.40pm વાગ્યે કુલ 18 સમીક્ષા અરજીઓ માટે ચેમ્બરની અંદર જ સુનાવણી કાર્યવાહી કરશે તેવી જાહેરાત કરી હતી. ત્યાર બાદ આજે SCની પાંચ જજોની બેંચ દ્રારા ચેમ્બર સુનાવણીમાં આ આદેશ આપવામાં આવ્યો છે.

અયોધ્યાના રામજન્મ ભૂમિ-બાબરી મસ્જિદ જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ દાખલ કરાયેલી બધી જ 19 પુન:સમીક્ષા અરજીઓ ફગાવી દેવામાં આવી છે. બંધ ચેમ્બરમાં સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બંધારણીય બેન્ચે કહ્યું કે અરજીઓમાં કોઈ મેરીટ નથી.સુપ્રીમ કોર્ટના 9મી નવેમ્બરના ચૂકાદા પર પુન: વિચાર કરવાનો કોઈ આધાર નથી. સુપ્રીમ કોર્ટે 9મી નવેમ્બરે આ કેસમાં રામલલ્લા વિરાજમાનની તરફેણમાં ચૂકાદો આપીને અયોધ્યામાં રામ મંદિરના બાંધકામનો માર્ગ મોકળો કર્યો હતો. આ કેસમાં પક્ષકાર તરફથી 9 અને નવ અન્ય અરજદારોએ પુનર્વિચાર અરજી કરી હતી. મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેના નેતૃત્વમાં ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ. અબ્દુલ નજીર અને સંજીવ ખન્નાની બંધારણીય બેન્ચે પુનર્વિચાર અરજીઓ નકારી કાઢી હતી.

સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચમાં તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈ નિવૃત્ત થતાં તેમના સૃથાને સંજીવ ખન્નાનો સમાવેશ કરાયો હતો. સુપ્રીમની બંધારણીય બેન્ચે પુનર્વિચાર અરજીઓ ફગાવી દીધી હોવા છતાં પક્ષકારો સમક્ષ હજુ એક અંતિમ ન્યાયિક વિકલ્પ ખૂલ્લો છે.કોર્ટના ચૂકાદા વિરૂદ્ધ આ અંતિમ વિકલ્પને ક્યુરેટિવ પિટિશન કહે છે. જોકે, ક્યુરેટિવ પિટિશન પુન: સમીક્ષા અરજી કરતાં થોડીક અલગ હોય છે. તેમાં ચૂકાદાની જગ્યાએ ચોક્કસ મુદ્દા આૃથવા વિષયો પર ધ્યાન આપવાની જરૂર છે તેવું પક્ષકારોને લાગતું હોય તે બાબતોને જ ચિહ્નિત કરવામાં આવે છે.

અયોધ્યા કેસમાં 9મી નવેમ્બરે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા પછી લગભગ 19 પુનર્વિચાર અરજીઓ દાખલ થઈ હતી. સુપ્રીમ કોર્ટમાં નિર્મોહી અખાડાએ પણ પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. નિર્મોહી અખાડાએ તેની અરજીમાં કહ્યું કે ચૂકાદાના એક મહિના પછી પણ રામ મંદિર ટ્રસ્ટમાં તેની ભૂમિકા નિશ્ચિત નથી થઈ.કોર્ટ આ કેસમાં સ્પષ્ટ આદેશ આપે, પરંતુ હવે તેની અરજી પણ ફગાવી દેવાઈ છે. બંધારણીય બેન્ચનું સ્પષ્ટપણે માનવું હતું કે સદીઓ જૂના વિવાદાસ્પદ દિવાની કોર્ટમાં મુખ્યત્વે ચાર પક્ષકારો હતા અને માત્ર તેમની પુનર્વિચાર અરજીઓને જ ધ્યાનમાં લેવામાં આવી હતી.

સુપ્રીમે અસલ કેસમાં પક્ષકાર ન હોય તેવા લોકોએ દાખલ કરેલી પુન: સમિક્ષા અરજીઓને સાંભળવાનો ઈનકાર કરી દીધો હતો. આ અરજીઓ ફગાવી દેવાની સાથે ખુલ્લી કોર્ટમાં આ અરજીઓ પર સુનાવણીની વિનંતી પણ આપમેળે રદ થઈ ગઈ હતી.મુસ્લીમ પક્ષ તરફથી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (એઆઈપીએલબી) અને જમિયત ઉલેમા-એ-હિંદે અરજીઓ કરી હતી. અદાલતના આ ચૂકાદા પર પુનર્વિચાર માટે પહેલી અરજી મૂળ પક્ષકારોમાં સામેલ એમ. સિદ્દિકીના વારસદાર અને યુપી જમિયત ઉલેમા-એ-હિન્દના અધ્યક્ષ મૌલાના સૈયદ અશહદ રશિદીએ દાખલ કરી હતી.

આ અરજીઓમાં 14 મુદ્દાઓ પર વિચાર કરવા વિનંતી કરાઈ હતી. તત્કાલીન મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈના અધ્યક્ષપદે પાંચ જજોની બેન્ચે 9મી નવેમ્બરે સર્વાનુમતે ચૂકાદામાં અયોધ્યામાં વિવાદાસ્પદ 2.77 એકર જમીન ‘રામ લલ્લા’ની તરફેણમાં આપી હતી અને સુન્ની વકફ બોર્ડને અયોધ્યામાં મસ્જિદ બનાવવા માટે પાંચ એકર જમીન ફાળવવા નિર્દેશ આપ્યા હતા.

આપને જણાવી દઇએ કે, અયોધ્યા કેસમાં SCનાં 9 નવેમ્બરનાં હિન્દુ પક્ષોને વિવાદીત જગ્યા અને 5 એકર જમીન મુસ્લિમ પક્ષને આપવાનાં હુકમ કે નિર્દેશનાં ચુકાદા વિરુદ્ધ  18 સમીક્ષા અરજી કરવામાં આવી છે. સમીક્ષા અરજી પર સુનાવણી કરી રહેલી બેંચમાં સીજેઆઈ એસ.એ. બોબડે, જે ડી વાય ચંદ્રચુડ, જે અશોક ભૂષણ, જે અબ્દુલ નઝીર અને જે સંજીવ ખન્ના હાજર હતા, જે સંજીવ ખન્ના પૂર્વ સીજેઆઈ રંજન ગોગોઇની જગ્યાએ બેંચમાં દાખલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *