લેહ , લદ્દાખ અને સિયાચીન જેવા સ્થળો પર ફરજ બજાવતી ભારતીય સેનાના જવાનોને મળી રહેલી સુવિધા ઉપર કેગના રિપોર્ટમાં મહત્વનો ખુલાસો થયો છે. કેગના રિપોર્ટ અનુસાર જવાનોને કપડા, બરફ માં પહેરવાના ચશ્મા સહિત અન્ય સામાનની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
કેગ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલા એ કહ્યું કે ભાજપ સેનાના નામે ખૂબ મત માગશે, પરંતુ જવાનોને જરૂર હોય ત્યારે તેમની સામેથી મોઢું ફેરવી નાખશે.
सेना के नाम पर वोट खूब बटोरेंगे,
पर जवानों की ज़रूरतों से मुँह मौड़ेंगे।कैग रिपोर्ट ने खोली भाजपा के झूठे राष्ट्रवाद की पोल-
1. 5 साल से सियाचिन में न ज़रूरी कपड़े, न उपकरण।
2. न स्नो गूगलस, न मास्क, न जूते।
3. न स्पेशल राशन, न सही रहने का इंतज़ाम।https://t.co/jO9uuFgCXX— Randeep Singh Surjewala (@rssurjewala) February 4, 2020
રણદેવી સુરજેવાલા કહ્યું કે કેગ રિપોર્ટ એ બીજેપીના ખોટા રાષ્ટ્રવાદની પોલ ખોલી -પાંચ વર્ષથી સિયાચીનમાં ન તો જરૂરી કપડા, ન યોગ્ય ઉપકરણો, ન તો સ્નો ગોગલ્સ, ન માસ્ક, ન બુટ, ન સ્પેશ્યલ રેશન, ન વ્યવસ્થિત રીતે રહેવાની સુવિધા.
કેગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015થી લઈ સપ્ટેમ્બર 2016 સુધી જવાનોને બુટ આપવામાં આવ્યા નથી, આથી જવાનો જુના બુટ ને ફરી ઉપયોગમાં લઇ રહ્યા છે, અને કામ ચલાવવું પડી રહ્યું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.