હવે તહેવારો નજીક આવી રહ્યાં છે ત્યારે ચોરીની ઘટનાઓ પણ સામે આવી રહી છે. ત્યારે ફરસાણની દુકાનમાં પણ ચોરી થવાના બનાવો સામે આવી રહ્યાં છે. ગુરૂવારે સાંજે સવા આઠ વાગ્યા આસપાસ દુકાનદાર કંઈક કામ અર્થે થોડીવાર માટે દુકાન ખુલ્લી મુકીને બહાર જાય છે. એ દરમિયાન એક તસ્કર દુકાનમાં આવીને ચોરી કરે છે.
ફરસાણની દુકાનમાં હાલ તહેવારની સિઝન હોવાથી સારો એવો દિવસ દરમિયાનનો થયેલો 10 હજારનો વકરો ચોર ઉઠાવી જાય છે. ગણતરીના સમયમાં તસ્કર અંદર આવીને ચોરી કરીને નાસી જાય છે આ સમગ્ર દ્રશ્યો CCTVમાં કેદ થઈ જાય છે. જેના આધારે દુકાનદારે પોલીસમાં ફરિયાદ આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
સરથાણા વિસ્તારમાં આવેલી ફરસાણની ખુલ્લી દુકાનમાં સાંજે 8 વાગ્યેને 14 મિનીટ અને 52 સેકન્ડએ તસ્કર અંદર આવે છે. દુકાન ખુલ્લી છે અને આસપાસ કોઈ ન હોવાથી તે ગલ્લા તરફ જાય છે. પરંતુ કોઈ આવી જવાના ડરથી ફરી પાછો ગ્રાહકને ઉભા રહેવાની જગ્યાએ આવી જાય છે.
પરંતુ બાદમાં કોઈ ન હોવાની ખાતરી થતાં ટેબલના ખાના પાસે જાય છે. ખાનું ખોલીને બે ત્રણવાર રૂપિયા લઈને પોતાના ખીસ્સામાં નાખીને દે છે.બાદમાં 8 વાગ્યેને 15 મિનીટ તથા 27 સેકન્ડે બહાર નીકળી જાય છે. આમ સમગ્ર ચોરી 35 સેકન્ડમાં કરીને જતો રહે છે.
ફરસાણની દુકાનમાં 35 સેકન્ડમાં ચોરી કરનાર ચોર CCTVમાં કેદ થઈ ગયો છે. માસ્ક વગર ચોરી કરનાર ચોરનો ચહેરો CCTVમાં સ્પષ્ટ આવ્યો છે. જેથી પોલીસે CCTVના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle