સુરતમાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. ત્યારે હવે હીરાનગરીના રત્નકલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવતા હીરાઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. હીરાઉદ્યોગના વિવિધ એકમોમાં કુલ 13 રત્નકલાકારો કોરોનાથી સંક્રમિત થયા છે. જેના કારણે હીરાના કારખાનામાં સંબંધિત વિભાગો અને ફ્લોર બંધ કરવામાં આવ્યા છે.
કતારગામના શિવમ જ્વેલર્સ, એસ.આર.કે, ધર્મનંદન ડાયમંડ, રિન્કલ ઇમપેક્સ, સી. દિનેશ એન્ડ કંપની, જે.બી. બ્રધર્સ, રોયલ ડાયમંડ સહિતના એકમોમાં આ કેસ નોંધાયા છે. કોરોનાથી સંક્રમિત થયેલા રત્નકલાકારો સાથે કામ કરતા 382 લોકોનો ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.
સાથે જ હીરાના કારખાનાના માલિકોને 14 દિવસ ક્વોરન્ટીન રહેવા તંત્રએ સૂચના આપી છે. સાથે જ જો કેસમાં વધારો થશે તો સમગ્ર વિસ્તારને 28 દિવસ કન્ટેઇનમેન્ટ ઝોનમાં મુકવાની મનપાએ ચેતવણી આપી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news