સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીને સાશિયલ મીડિયા મારફતે રત્નકલાકાર સાથે સંપર્ક થયા બાદ બંને વચ્ચે પ્રેમસંબંધ થયો હતો. રત્નકલાકારે યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી અવાર નવાર તેણીના ઘરે માતા-પિતાની ગેરહાજરીમાં મળવા માટે જઈ શારીરિક સંબંધો બાંધ્યા બાદ લગ્ન કરવાની ના પાડી તરછોડી દેતા યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે કાપોદ્રા પોલીસ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ નાના વરાછા શક્તિવિજય સોસાયટીમાં રહેતો અને હીરા ઘસવાની મજુરી કરતો નિલેશ ભોજીયાનો દોઢ વર્ષ પહેલાં કાપોદ્રામાં આવેલ પાણીની ટાંકી પાસે રહેતી 20 વર્ષીય યુવતી સાથે સોશિયલ મીડિયા ઉપર પરિચય થયો હતો. ત્યારબાદ બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. નીલેશ અવાર-નવાર યુવતીને તેના માતા-પિતાની ગેરહાજરીમાં ઘરે મળવા માટે જતો હતો.
યુવતીને તેની સાથે લગ્ન કરવાની લાલચ આપી તેણીની સાથે બળજબરીથી શારીરિક સંબંધો બાંધ્યા હતા. ત્યારબાદ તેની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી હતી. યુવતીના ઘરે જાણ થઈ જતા તેઓ ત્યાંથી ઘર ખાલી કરીને અમરોલી વિસ્તારમાં રહેવા માટે ચાલ્યા ગયા હતા. બનાવ અંગે યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મનો ગુનો દાખલ કરી નીલેશ ભોજૈયાને અટકમાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle