સુરત(Surat): મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે(Surat Police) શાળા-કોલેજની આસપાસના 50 મીટર સુધીના વિસ્તારમાં લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેર પોલીસે શુક્રવારે અચાનક આવા સ્થળોએ પહોંચી સપાટો બોલાવ્યો હતો. પોલીસે આવા 37 યુવકો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બે દિવસ પહેલા પોલીસ કમિશનરે પણ આ અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું, જે મુજબ શહેરમાં મહિલા હોસ્ટેલ તેમજ શાળા-કોલેજો, ટ્યુશન ક્લાસથી 50 મીટરની ત્રિજ્યામાં આવેલી જગ્યામાં તેમજ કેટલાક લુખ્ખા તત્વોને કારણ વગર બેસવા કે ઊભા રહેવા પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે, તેમ છતાં પણ હજુ આવા તત્વો સુધારવાનું નામ ન લઇ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ દ્વારા શુકવારથી આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી હતી, જે આગામી દિવસોમાં પણ કરવામાં આવશે.
પોલીસ દ્વારા સ્કુલ-કોલેજા પાસેથી પકડતા યુવાનો હવે અલગ અલગ પ્રકારના બહાના કાઢવા લાગ્યા હતા. જેમાં એક તો મેગી ખાવા માટે આવ્યો તો બીજો ચા પીવા તો અન્ય એક સીગારેટ પીવા, તો એક તો કામ માટે અહીંથી પસાર થઇ રહ્યો હોવાની વાત કરી પોલીસના હાથમાંથી છટકવાની કોશિશ કરી હતી. જો કે પોલીસે એકપણ યુવકને છોડયા ન હતા અને દબોચી લીધા હતા.
જાણો ક્યા કેટલા પકડાયા?
શહેરમાં કે.પી. કોમર્સ કોલેજ 10, એમટીબી કોલેજ પાસે 2, સ્કેટ કોલેજ પાસે 2, દેવકી નંદન સ્કુલ પાસે 3, ભીડભજન સ્કૂલ પાસે 2, ઓમ કોમ્પ્લેક્ષ પાસ 2, નવયુગ કોલેજ-સ્કૂલ પાસે 4, RV પટેલ કોલેજ પાસે 4, જીવનભારતી સ્કૂલ પાસે 2, RD કોન્ટ્રાકટર પાસે 1, ભટાર વિદ્યાભારતી સ્કૂલ પાસે 2 અને ભગવાન મહાવીર કોલેજ પાસે 2 લોકોને પોલીસ દ્વારા પકડવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.