ચુંટણી પહેલાં અવારનવાર ભંગાણ થતાં રહેતાં હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ચૂંટણીની કામગીરી અનેકવિધ પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ત્યારે ઉમેદવારોની પસંદગી માટે પણ બેઠકોનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
આની સાથે જ ચૂંટણી પ્રચારની પણ રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે ત્યારે આ વર્ષે ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસની સાથે જ NCP, આમ આદમી પાર્ટી તથા AIMIM પણ તમામ બેઠકો પર ચૂંટણી લડશે. ચૂંટણીને લઇ ગરમાયેલા રાજકારણની વચ્ચે વિવિધ રાજકીય પક્ષોમાં ભંગાણમાં સમાચાર પણ સામે આવતા હોય છે.
અસંતોષી કાર્યકર્તા તથા આગેવાનો પક્ષનો સાથ છોડીને અન્ય રાજકીય પાર્ટીની સાથે જોડાઈ રહ્યા છે ત્યારે ચૂંટણી પહેલા જ સુરતમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પક્ષ છોડીને NCPની સાથે જોડાઈ રહ્યા છે. રિપોર્ટ પ્રમાણે સુરતમાં છેલ્લા માત્ર 10 દિવસમાં 500 કરતા પણ વધુ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટી છોડી હોવાનાં સમાચાર સામે આવ્યા છે.
ચૂંટણીની પહેલા થયેલા ભંગાણથી આમ આદમી પાર્ટીને ચૂંટણી લડવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે ત્યારે સુરતના વિપુલ કાછડિયા, પ્રીતિ ભુવા, મનીષા હિરપરા, અશોક વઘાસીયા, કારણ ડોંડા, સાગર ઢોલરીયા, વૈભવ તળાવીયા, હાર્દિક લીંબાચિયા, વિશાલ જાવિયા, કનુ ગોટી, મહેશ ઠુંમર, શૈલેશ સિહોરા, હંસરાજ હીરપરા સહિત 400 કરતા પણ વધુ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ એકસાથે NCPનો ખેસ ધારણ કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle