સુરતમાં આવેલ લિંબાયત વિસ્તારના નારાયણ નગર પાસેના કોમર્શિયલ જગ્યામાં પાર્ક આઠ-દસ જેટલી ગાડીઓમાં અચાનક આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઇ હતી. ઘટનાની જાણ બાદ ફાયર બ્રિગેડ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી. ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા મુકાયેલી ગાડીઓમાં આગ લાગતાં 8 જેટલા વાહનો બળીને ખાક થયા છે. ફાયરબ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. જોકે, સદનસીબે કોઈ ઈજા જાન હાનિ નોંધાઈ નથી.
આગમાં ભથ્થું થઈ ગયેલી તમામ ગાડીઓ લીંબાયત પોલીસે જેતે ગુન્હામાં જમા લીધેલી કાર હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ લીંબાયત પોલીસ માટે આ ખુલ્લો પ્લોટ જમા લીધેલા વાહનો નું ગોડાઉન બની ગયું હોવાનું સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું. આ ભીષણ આગમાં રિક્ષા, ટેમ્પો, ફોર વ્હિલ સહિતના વાહનો સળગીને ખાક થઈ ગયા છે. આ અંગે ફાયરબ્રિગેડના ઓફિસરે કહ્યું કે, પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવીને કૂલિંગનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
સુરતમાં આવેલ લિંબાયત વિસ્તારમાં નારાયણ નગર પાસે ખુલ્લા પ્લોટમાં પોલીસ દ્વારા જપ્ત કરાયેલા વાહનો મુકવામાં આવ્યા હતા. જો કે કોઈ વાહનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને સાથે રહેલા અન્ય વાહનો પણ આગની ઝપેટમાં આવી ગયા હતાં. જોત જોતામાં આગ એટલી વિકરાળ હતી કે 8 જેટલા વાહનોને આગની ઝપેટમાં આવી ગયા હતાં. આગની આ ઘટનામાં રીક્ષા,ટેમ્પો અને ફોરવ્હીલ બળીને ખાખ થઇ ગયા હતાં.
આગ પર કાબુ મેળવવાં માટે ફાયર ઓફિસર દિનુ પટેલએ જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો જો કે સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ વાહનો બળીને ખાક થઇ ગયા હતાં.
સુરત: લિંબાયત પોલીસે જપ્ત કરેલા વાહનોમાં અચાનક આગ લાગતાં 8 ગાડી બળીને ખાક – જુઓ વિડીયો pic.twitter.com/xm7XewGMfw
— Trishul News (@TrishulNews) October 26, 2020
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle