સુરત(ગુજરાત): હાલમાં સુરત(surat) શહેરમાંથી માતા-પિતા માટે એક ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. જેમાં લિંબાયત(limbayat)માં 5 વર્ષની બાળકીને તાવ આવતા ડોક્ટરે(Doctor) આપેલી દવા ગળતી વખતે શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત નીપજ્યું છે. શ્વાસ રૂંધાયા બાદ બેભાન હાલતમાં સિવિલ(Civil) ખસેડાતા બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી.
મળતી માહિતી મુજબ, લીંબાયતના મારૂતિનગ રૂસ્તમનગર ખાતે રહેતા બિલાલ અન્સારી પરિવારમાં અચાનક દુ:ખનો પહાડ તૂટી પડ્યો હતો. જ્યારે બાળકીને તાવની દવા આપવામાં આવી. મોટા ભાગે ડોકટરો બાળકો માટે સીરપ દવા જ આપતા હોય છે. પરંતુ, નજીકના ક્લિનિકમાંથી બાળકીના તાવ માટે દવાની ટીકડી લાવ્યા હતા. જે ટીકડી ખાતા બાળકીના ગળામાં ભરાઈ ગઈ અને શ્વાસ રૂંધાતા બાળકીનું મોત કરુણ નિપજ્યું છે.
જાણવા મળ્યું છે કે, લિંબાયતના મારૂતિ નગરમાં રૂસ્તમપાર્ક ખાતે રહેતા બિલાલ અન્સારી સાડી ફોલ્ડીંગનું કામ કરે છે. તેમની પુત્રી મુસ્કાનને બુધવારે તાવ આવ્યો હતો. જેથી તેઓ નજીકના ક્લિનિકમાંથી દવા લઈ આવ્યા હતા. મંગળવારે રાત્રે દવા લીધા બાદ મુસ્કાનની તબિયતમાં સુધારો પણ આવ્યો હતો. પરંતુ, બુધવારે સવારે મુસ્કાને દવાખાનેથી આપેલી દવાની ટીકડી જાતે જ ગળવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, દવાની ટીકડી તેના ગળામાં શ્વાસનળીમાં ફસાઈ ગઈ હતી અને શ્વાસ રૂંધાવાના કારણે તે અચાનક બેભાન થઈ ગઈ હતી. જેથી તેને તાત્કાલિક સારવાર માટે નજીકના દવાખાના બાદ સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબ દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવી હતી.
આ ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને મોતનું સાચુ કારણ જાણવા માટે પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જોકે, પરિવારે પોસ્ટમોર્ટમ કરાવવાનો ઈનકાર કરતા આખરે પોલીસ દ્વારા નોંધ કરી પોસ્ટમોર્ટમ વિના જ મૃતદેહ પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો. મહત્વની વાત એ છે કે, નાના બાળકોને તાવ, ઉધરસ કે અન્ય બિમારી માટે સીરપ આપવામાં આવે છે અથવા જો દવાની ટીકડી આપવામાં આવે તો, માતા-પિતા તેને ઓગાળીને આપતા હોય છે. પરંતુ, અહી બાળકીએ જાતે દવા ગળી લેતા આ દુર્ઘટના બની છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.