સુરત શહેરના સરથાણા જકાતનાકા પાસે આવેલા ડ્રિમ લેન્ડ બિલ્ડીંગમાં ભીષણ આગ લગાવાની ઘટના સામે આવી હતી. આગ લાગવાની ઘટના સામે આવતા મોટી સંખ્યામાં બિલ્ડીંગમાં અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડીંગ પરથી છલાંગ લગાવી હતી. ઘટનાની જાણ થતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. 10 જેટલી ફાયરની ટીમો અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચ્યા છે. મળી રહેલી પ્રાથમિક માહિતી મુજબ આગને કારણે અંદાજે 14 જેટલા લોકોના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આગ એટલી ભીષણ હતી કે, ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરી રહેલા 20 જેટલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. જે તમામ બાળકોને ઇજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ફાયરની ટીમ દ્વારા હાઇડ્રોલિકની મદદથી લોકોનું રેસ્કયુ કરવામાં આવી રહ્યું છે. સુરતમાં લાગેલી આ આગમાં બાળકો સહિત 19 જેટલા લોકના મોત થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આગની આ ઘટનામાં 5 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. બિલ્ડીંગના ચોથા માળે લાગેલી આગમાં તક્ષશિલા આર્કેડમાં અભ્યાલ કરતા 20 જેટલા વિદ્યાર્થીઓએ જીવ બચાવા માટે બિલ્ડિંગ પરથી છલાંગ લગાવી હતી. છલાંગ મારનાર તમામ વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થવાને કારણે તેમને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. અને રાજ્ય સરકારને અને તંત્રને આગમાં ફસાયેલા લોકોની બચાવ કાર્યપર પર ધ્યાન આપાવા માટે સૂચન આપવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આગની દૂર્ઘટનાની સંપૂર્ણ તાત્કાલિક તપાસ માટે રાજ્યના શહેરી વિકાસ અગ્ર સચિવ મૂકેશ પૂરીને સૂચનાઓ આપી છે.મુખ્યમંત્રીએ આ આગ લાગવાની ઘટનાના કારણો, ફાયર બ્રિગેડની કામગીરી, આગ લાગેલી બિલ્ડીંગની જરૂરી પરવાનગી-મંજૂરીઓ તથા મહાનગરપાલિકા, ફાયર બ્રિગેડની બચાવ કામગીરીની તત્પરતા વગેરેની સંપુર્ણ તપાસ સ્થળ પર જઇને કરવા તથા ૩ દિવસમાં અહેવાલ આપવા પણ શહેરી વિકાસ અગ્ર સચિવને સુચવ્યું છે. મુખ્યમંત્રીએ આ આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક કમનસીબ બાળકોના પરિવારને રૂ. 4 લાખની સહાય મુખ્યમંત્રી રાહત નિધિમાંથી આપવાની જાહેરાત કરી છે.
Extremely anguished by the fire tragedy in Surat. My thoughts are with bereaved families. May the injured recover quickly. Have asked the Gujarat Government and local authorities to provide all possible assistance to those affected.
— Narendra Modi (@narendramodi) May 24, 2019
આ અંગે આરોગ્ય રાજ્યમંત્રીએ જાણકારી આપી હતી કે, આગની આ ઘટનામાં 10થી વધુ લોકના મોત થયાની આશંકા છે. જ્યારે મુખ્યમંત્રી કાર્યલયથી આદેશ કરવામાં આવ્યા છે, કે બાળકોને બચાવવા માટે પૂરા પ્રયાસ કરવા માટે આદેશ આપાવમાં આવી રહ્યા છે. સ્થનિકોને મદદ કરવા માટે પણ તંત્ર દ્વારા આપીલ કરવામાં આવી રહી છે.