સુરતમાં હાડ થીજાવતી ઠંડીમાં સક્રિય થયા ચોર- લોકો ઘરમાં સુતા રહ્યા અને મોંઘીદાટ સાઇકલ લઈને થયો ફરાર

સુરત(Surat): શહેરના જહાંગીરપુરા(Jahangirpura) વિસ્તારની અંદર ઠંડીના દિવસોમાં ચોરોની ગેંગ સક્રિય થતી હોય છે અને તસ્કરો એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા હોય છે. સુરતના જહાંગીરપુરામાં સફળતાપુર્વક એક તસ્કર સાયકલની ચોરી કરતા CCTVમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. એપાર્ટમેન્ટમાં રહેતા લોકોમાં પણ આ ચોરી(Theft)થી ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ચોરો જાણે બેફામ બની ગયા હોય તેવું આ પ્રકારની ઘટના પરથી લાગી રહ્યું છે.

છેલ્લા બે-ત્રણ દિવસથી જે રીતે સુરત શહેરમાં ઠંડી જોવા મળી રહી છે. તેને કારણે લોકો ઘરની બહાર નીકળતા ખૂબ ઓછા દેખાઈ રહ્યા છે. મોડી રાત સુધી સોસાયટીઓ કે એપાર્ટમેન્ટના લોકો સામાન્ય દિવસોમાં જાગતા હોય છે અને બહાર બેસતા હોય છે. પરંતુ આ શિયાળાની ઠંડીના દિવસોમાં લોકો પોતાના ઘરની અંદર જ રહેવાનું વધુ પસંદ કરતા હોય છે. આ સમય દરમિયાન આ ચોરોની ટોળકી વધુ સક્રિય થઇ જવાને કારણે ઘટનાઓને અંજામ આપવામાં સફળ થતી હોય છે. ત્યારે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં આવેલ એક એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી ખૂબ જ સરળતાથી કોઈપણ ડર વગર મોંઘી દાટ સાયકલ લઈને ત્યાંથી ચાલ્યા જાય છે.

સીસીટીવી વિડીયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, એક તસ્કર પાર્કિંગમાં પહોંચે છે અને ના તો કોઈનો ડર રાખે છે અને ધીમેકથી સાયકલ લઈને ચાલ્યો જાય છે. એપાર્ટમેન્ટમાં રહેતા લોકો સુતા રહે છે અને આ ચોર ચોરીને અંજામ આપીને ત્યાંથી રફુચક્કર થઇ જાય છે. ના કોઈ ડર રાખ્યા વગર મોંઘી દાટ સ્પોર્ટ સાયકલની ચોરી કરી ચોર ત્યાંથી નાસી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *