સુરત(Surat): શહેરમાં દિવસેને દિવસે ગુનાખોરી વધી રહી છે. હુમલા અને લૂંટ જેવા કિસ્સા અવાર-નવાર સામે આવતા રહે છે. ત્યારે સુરતમાં મિત્રોની મસ્તીમાં એક યુવકનું મોત થયું હતું. ઘટના સુરતના પલસાણા(Palsana) વિસ્તારની છે. 15 દિવસ પહેલા એક કારીગરે તેના સાથીદારના ગુદામાં પાઇપ નાખી તેમાં હવા ભરી હતી. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો પરંતુ બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આથી પોલીસે ઘટના સંદર્ભે સાથીદાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, મુજબ બલેશ્વર ગામ પલસાણા તાલુકામાં આવેલું છે. આ ગામના ફરહાન પાર્ક સોસાયટીમાં મોહમ્મદ શહાબુદ્દીન નામનો યુવક રહેતો હતો અને તે પલસાણામાં રાજલક્ષ્મી ડેનિમ લિમિટેડમાં નોકરી કરતો હતો અને પરિવારનું ભરણપોષણ કરતો હતો. 30 જાન્યુઆરીએ જ્યારે શહાબુદ્દીન સૂતો હતો ત્યારે તેના સહકર્મી કૃષ્ણા ચૌધરીએ મજાકમાં શહાબુદ્દીનના ગુદામાં પાઇપ નાખીને તેમાં હવા ભરી દીધી હતી. આ ઘટના બાદ શહાબુદ્દીનને પેટમાં દુખાવો ઉપડ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. યુવક છેલ્લા 17 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો. શહાબુદ્દીનનું 17 ફેબ્રુઆરીએ મૃત્યુ થયું હતું કારણ કે હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકની હાલત ગંભીર હતી.
આ સમગ્ર ઘટના અંગેની જાણ પોલીસને થતાં પોલીસની ટુકડી ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે કૃષ્ણા ચૌધરી વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. હવે જોવાનું એ રહ્યું કે પોલીસ આ ઘટનામાં આરોપીને કેટલા સમયમાં પકડી શકે છે.
નોંધનીય છે કે મિત્રોની મજાક-મસ્તીના અવારનવાર એવા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં યુવાનો મોજ-મસ્તીના કારણે પોતાનો જીવ ગુમાવે છે. આ ઘટનામાં સાથીદારની નાની મજાકના કારણે યુવકનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ખાસ વાત એ છે કે બર્થ ડે પાર્ટી દરમિયાન પણ બર્થડે બોયને તેના મિત્રો દ્વારા બર્થ ડે બમ્પ આપવામાં આવે છે. આવી ઘટનાઓમાં યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.