ગુજરાતની આમ આદમી પાર્ટી દિવસે દિવસે તૂટી રહી છે, ત્યારે આ તબક્કામાં વધુ એક મોટી તોડફોડ જોવા મળી છે. હાલમાં ગાંધીનગર ખાતે ભાજપની પ્રદેશ કાર્યાલય કમલમમાં આમ આદમી પાર્ટીની ચુટાયેલી નેતાઓની ટોળકી ભાજપનો ખેસ પહેરવા પહોચી છે.
તેઓ ભાજપમાં પ્રવેશવા માટે કમલમ ખાતે પહોંચીને ગૃહ મંત્રી હર્ષ સંઘવી અને ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ની હાજરીમાં ધારણ કરી રહ્યા છે. આપ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર વિપુલ મોવલીયા, ભાવના સોલંકી(દંડક), ઋતા કાકડીયા, જ્યોતિકા લાઠીયા, મનીષા કુકડિયા સામેલ છે. (Gujarat Aam Aadmi Party leaders Vipul Movlia, Bhavna Solanki (Dandak), Rita Kakadia, Jyotika Lathia, Manisha Kukadia joined BJP.)
સુરત શહેર પ્રમુખ મહેન્દ્ર લાવડીયા દ્વારા સુરતના પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ બટુક મોકલ્યા પર આક્ષેપ કરવામાં આવ્યો છે કે તેઓ અમારા નેતાઓની બુદ્ધિ ભ્રષ્ટ થઈ રહ્યા છે ત્યારે આ મામલે બટુક મોકલ્યા સાથે વાતચીતમાં અને તેઓએ જણાવ્યું કે આ આરોપો બિલકુલ પાયા વિહોણા છે અને આ મામલે મારા પર ખોટા આક્ષેપો કરવા બદલ હું કાયદેસર કાર્યવાહી કરવા જઈ રહ્યો છું.
આમ આદમી પાર્ટી ના સુરત શહેર પ્રમુખ એ પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર આક્ષેપ લગાવ્યા છે કે, તેઓના કોર્પોરેટરોને ભાજપ દ્વારા મોટી રકમની ઓફર કરીને ભાજપમાં જોડાઈ જવાની લાલચ આપવામાં આવી રહી છે. થોડા દિવસ અગાઉ જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપ જોઈન કરી લીધું હતું. તે જ દિવસે સામાજીક આગેવાન મહેશ સવાણીએ રાજીનામું ધરી દીધું હતું અને હજુ તેઓએ કયા પક્ષમાં જવું તે જાહેર કર્યું નથી.